મહિન્દ્રા હોલીડેઝ એન્ડ રિસોર્ટસનો Q1માં નફો 23 ટકા વધ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ મહિન્દ્રા હોલીડેઝ એન્ડ રિસોર્ટએ વર્ષ 2015-16ના એપ્રિલ-જૂન કવોટરના પરિણામો જાહેર કર્યા છે. પ્રથમ કવોટરમાં કંપનીનો નફો 27.2 ટકા વધીને 25.06 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષે આ જ ગાળા દરમિયાન કંપનીનો નફો 20.42 કરોડ રૂપિયા હતો. પ્રથમ કવોટરમાં કંપનીની આવક 227.38 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષના પ્રથમ કવોટરમાં કંપનીની આવક 186.16 કરોડ રૂપિયા હતી. આ અંગે કંપનીના ચેરમેને જણાવ્યું છે કે, પ્રથમ કવોટરમાં કંપનીના પરિણામો સારા આવ્યા છે. આગામી દિવસોમાં કંપની દ્વારા ટુરીઝમ ઈન્ફ્રામાં વધારો કરવામાં આવશે. આ કારણે આગામી દિવસોમાં કંપનીને ફાયદો થશે.
અન્ય સમાચારો પણ છે...