નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા મોટા ઘટાડાની અસર ઘરેલું કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. મંગળવારે સોના-ચાંદી, ક્રૂડ ઓઈલ સહિત બેસ મેટલ્સમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોમવારે ગ્રીસ સંક્ટ અને ડોલરમાં મજબૂતીથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ગ્લોબલ બજારમાં ક્રૂડનો ભાવ 8 ટકા સુધી ગબડી ગયો હતો. જોકે નીચલાં સ્તરે રિકવરી આવી છે. બજારની નજર યૂરોઝોનની બેઠક અને ઈરાન તથા પશ્ચિમી દેશોમાં થનારી સમજૂતી પર ટકેલી છે.
સોના-ચાંદી બજાર ઘટાડા સાથે ખુલ્યાં
મંગળવારે એમસીએક્સ પર સોનુ 0.35 ટકાના ઘટાડા સાતએ 26238 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબારી કરી રહ્યું છે તો ચાંદી 0.50 ટકાના ઘટાડા સાથે 36011ના સ્તરે ખુલી હતી. ઉપરાંત સતત બીજા દિવેસ ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ક્રૂડ ઓઈલ 0.45 ટકાના ઘટાડા સાથે 3369 રૂપિયા પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે.
એગ્રી કોમોડિટીની કેવી છે શરૂઆત
એગ્રી કોમોડિટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. એનસીડીઈએક્સ પર ચણા 0.42 ટકાના ઘટાડા સાથે 4270 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર કારોબાર કરી રહી છે. ગુવાર ગમમાં આશરે 4 ટકા અને ગુવાર સીડમાં 3.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ધાણા અને લાલ મરચામાં સાધારણ તેજી છે તો હળદર અને જીરું ઘટાડા સાથે ખુલ્યાં છે.
આંતરરાષ્ટ્રીય બજાર પર એક નજર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનું આશરે 0.60 ટકા તૂટીને 1166 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ચાંદી 0.65 ટકા ઘટીને 15.65 ડોલર પ્રતિ ઔંસ પર છે. હવે બજારની નજર યૂરોઝોન શિખર સંમેલન પર ટકેલી છે.
નાયમેક્સ પર ડબલ્યુટીઆઈ ક્રૂડમાં આશરે 1 ટકાની તેજી આવી છે અને તેનો ભાવ 53 ડોલરની આસપાસ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 57 ડોલરની નજીક છે. ગ્રીસ સંકટના કારણે માંગ ઘટવાની શક્યતાથી ડોલરમાં આવેલી તેજી અને ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધ ખતમ થવાની શક્યતાથી વિદેશી બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચીન અને યુરોપમાં નબળી માંગના કારણે બેસ મેટલ્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે નિકલ આશરે એક ટકા અને કોપર 0.40 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. જ્યારે ઝિંક અને લેડમાં સાધારણ રિકવરી જોવા મળી રહી છે.
એન્જલ કોમોડિટીની ટ્રેડિંગ ટીપ્સ
નેચરલ ગેસ (જુલાઈ વાયદો) વેચો 177-178, ટાર્ગેટ 173-172, સ્ટોપલોસ 181
નિકલ (જુલાઈ વાયદો) વેચો 746 – 748, ટાર્ગેટ 733-730, સ્ટોપલોસ 755
કેસ્ટર સીડ (જુલાઈ વાયદો) વેચો 3960-3970, ટાર્ગેટ 390-3880, સ્ટોપલોસ 4010
રિફાન્ડ ઓઈળ (ઓગસ્ટ વાયદો) વેચો 584-585, ટાર્ગેટ 578-577, સ્ટોપલોસ 589
કોટક કોમોડિટીની ટ્રેડિંગ ટિપ્સ
કોપર (ઓગસ્ટ વાયદો) વેચો 362, ટાર્ગેટ 354-352, સ્ટોપલોસ 364
કેસ્ટર સીડ (જુલાઈ વાયદો) વેચો 3960-3970, ટાર્ગેટ 3880-3860, સ્ટોપલોસ 4020
પામ ઓઈલ (જુલાઈ વાયદો) વેચો 444-445, ટાર્ગેટ 441-439, સ્ટોપલોસ 447