ટાયર કંપનીઓના શેરોએ લગાવી 40 ટકાની છલંગ, શોર્ટ ટર્મમાં પૈસા બનાવવાનો મોકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ વિતેલા એક સપ્તાહમાં ટાયર કંપનીઓના શેરોમાં તીવ્ર ગતિ જોવા મળી છે. એક બાજુ સેન્સેક્સ અને નિફ્ટીમાં 3 ટકાનું ગાબડુ પડ્યું હતું તો બીજી બાજુ જેકે ટાયર, એમઆરએફ અને એપોલો ટાયર્સના શેરમાં એક સપ્તાહમાં પાંચ ટકાથી વધુ તેજી જોવા મળી છે. ઓટો શેરોની તેજી પર બજારના જાણકારો કહે છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામોથી શેરોમાં ખરીદી વધી છે. નેચરલ રબરની કિંમતોમાં આવેલી ઘટાડાથી અને વધતી ડિમાન્ડ આગામી સમયમાં કંપનીનો વૃદ્ધિ સારી થશે તેમ માની રહ્યા છે. બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ પોતાના રિપોર્ટમાં ટાયર સેકટરમાં અનેક મોટી કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
ટાયર કંપનીઓના શેરોમાં આવ્યો મોટો ઊછાળો
શેર
1 સપ્તાહ
1 માસ
3 માસ
6 માસ
1 વર્ષ
એપોલો ટાયર્સ
5.85%
23.53%
17.89%
-13.49%
15.23%
સિયેટ
11.9%
37.25%
16.48%
8.15%
58.69%
જેકે ટાયર
16.8%
40.57%
0.10%
-3.75%
-64.92%
ગુડયર ઇન્ડિયા
3.36%
9.67%
-1.%
-4.65%
6.51%
એમઆરએફ
8.44%
18.98%
7.10%
-1.00%
66.98%
બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી
1.00%
-5.00%
-9.14%
4.04%
-15.14%
દરેક આંકડા બીએસઇના વેબસાઇટ આધારિત છે....
ટાયર કંપનીઓના શેરોમાં કેમ છે તેજી
એપોલો ટાયર્સ અને સિયેટના શાનદાર ક્વાર્ટર પરિણામો બાદ સેકટરનું રિ રેટિંગ થવાની આશા વધી ગઇ છે. આ સાથે જ કોમર્શિયલ વાહન સેગમેન્ટમાં વધતી માગ અને વધુ સારા વેચાણનો ફાયદો પણ કંપનીઓને મળી રહ્યો છે. બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ 27 જુલાઇ જારી કરેલા એક રિર્પોર્ટમાં જણાવ્યું હતું કે ઓઇએમ (ઓરિજનલ ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ચરર) અને રિપ્લેસમેન્ટ માગ વધવાનો ફાયદો વૃદ્ધિને આગળ ધપાવશે. સાથે જ ટાયર કંપનીઓના કુલ ખર્ચમાં 70 ટકા નેચરલ રબરનો છે. નેચરલ રબરની કિંમતોમાં આવેલા ઘટાડાથી કંપનીઓના માર્જિન સુધરી રહ્યા છે.
વિશેષજ્ઞોની સલાહ
  • એસએમસી ગ્રુપના રિસર્ચ વડા ડો. રવિ સિંહના જણાવ્યા અનુસાર, ટાયર કંપનીઓના શેરમાં વિતેલા એક મહિનાથી સારી તેજી છે. આગળ પણ તેજી જોવા મળી શકે છે. કાચા માલની કિંમતો ઘટતા ટાયર શેરોમાં મજબૂતી જોવા મળશે.
  • ટ્રેડ સ્વિફ્ટના સીઇઓ સંદીપ જૈનના અનુસાર ટાયર શેરોમાં સારુ વેલ્યુએશન મળી રહ્યું છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનો શેર સારો લાગી રહ્યો છે. જ્યારે સિયેટ રૂ. 1000 સુધી જઇ શકે છે.
  • આનંદરાઠી ફાઇનાન્સિયલ સર્વિસીઝના દેવાંગ મહેતા કહે છે કે સિયેટ અને જેકે ટાયર્સ બન્ને સારા શેરો લાગી રહ્યા છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ જેકે ટાયર્સ સૌથી સસ્તો લાગે છે.
રોકાણકારો શું કરે
  1. એપોલો ટાયર્સ ખરીદો
આઇસીઆઇઆઇ ડાયરેક્ટની રિપોર્ટના અનુસાર એપોલો ટાયર્સ ખરીદો, 12 મહિનાનો ટાર્ગેટ રૂ. 240 છે.
  • સકારાત્મક: દેશની બીજી સૌથી મોટી ટાયર કંપની છે. ટ્રક સેગમેન્ટમાં 27 ટકા, કાર સેગમેન્ટમાં 19 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીની કુલ આવકમાંથી 62 ટકા ભારતમાંથી, 27 ટકા યૂરોપમાંથી અને 11 ટકા આફ્રિકામાંથી થાય છે.
  • શા માટે ખરીદવું: રેડિયલ ટાયર્સનો વધતો જતો ઉપયોગ કંપની માટે સારું છે. ચેન્નઇ પ્લાન્ટમાં ટ્રક અને બસ રેડિયલ ટાયર ક્ષમતા વિસ્તારને મંજૂરી મળી. કંપની પૂર્વીય યૂરોપમાં એક ગ્રીનફિલ્ડ ફેસિલિટી પણ બનાવી રહી છે. યૂરોપમાં આર્થિક સુધારાનો ફાયદો કંપનીને મળશે.
  • નકારાત્મક: એમ્બિટ કેપિટલના રિપોર્ટ અનુસાર મલ્ટીનેશનલ મિશેલિન અને બ્રિજસ્ટોન પર વધેલા ફોકસથી એપોલો જેવા ડોમેસ્ટિક કંપનીનો ટ્રક અને બસ રેડિયલ સેગમેન્ટનો માર્કેટ શેર ઘટી શકે છે.
2. ગુડયર ઇન્ડિયા ખરીદો
ઇસ્ટર્ન ફાઇનાન્સરિઝના રિપોર્ટ અનુસાર ગુડયર ઇન્ડિયામાં 9-12 મહિનામાં રૂ. 795 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.
  • સકારાત્મકઃ કંપનીનું ફોકસ પેસેન્જર રેડિયલ સેગમેન્ટમાં SUV પર છે. આ મોંઘી પ્રોડક્ટસની જરૂરત પૂરી કરવા માટે ગ્લોબલ પોર્ટફોલિયોનો સહારો લઇ શકે છે.
  • શા માટે ખરીદવો: કંપની પર કોઇ કરજ નથી. રબરની કિંમતોમાં ઘટાડાથી કંપનીનો માર્જિન વધવાની આશા છે. કંપની સતત ક્ષમતા વિસ્તાર કરી રહી છે.
  • નકારાત્મકઃ: કંપનીનો દેખાવ રૂરલ ઇકોનોમિના સુધારા સાથે જોડાયેલી છે. નબળા ચોમાસા અથવા મિનીમમ સપોર્ટ પ્રાઇસની અસર કંપની પર નકારાત્મક થાય છે.
3. MRF ખરીદો
  • સકારાત્મકઃ કંપનીની શાનદાર બ્રાન્ડ વેલ્યુ છે. કંપની ઘરેલુ બજારમાં સૌથી વધુ 24 ટકા માર્કેટ શેર છે. ઘરેલુ આર્થિક સુધારાનો ફાયદો કંપનીના પરિણામો પર જોવા મળશે.
  • શા માટે ખરીદવો: કંપનીના પરિણામોમાં શાનદાર વૃદ્ધિ જોવા મળી છે. ત્રિમાસિક સ્તરે કંપનીનો નફો રૂ. 170 કરોડથી વધીને રૂ. 230 કરોડ થયો છે. કંપનીનો પોર્ટફોલિયો ઘણો ડાયવર્સિફાઇડ છે.