Q1માં HDFCની આવક 9.3 % વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઉસિંગ ફાઈનાન્સ કંપની એચડીએફસીએ વર્ષ 2015-16ના પ્રથમ કવોટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના પરિણામો અનુમાનની સરખામાણીમાં ખુબ જ ઓછા આવ્યા છે. પ્રથમ કવોટરમાં સ્ટેનઅલોન પ્રોફિટ ગત વર્ષની સરખામણીમાં 1.26 ટકા વધીને 1361 કરોડ રૂપિયા થયો છે. ગત કવોટરમાં કંપનીનો પ્રોફીટ 1345 કરોડ રૂપિયા રહ્યો હતો. એચડીએફસીની કુલ આવક ગત વર્ષની સરખામાણીમાં 9.3 ટકા વધી 7068 કરોડ રૂપિયા રહી છે. એચડીએફસીની કુલ આવક ગત વર્ષે 6461 કરોડ રૂપિયા હતી. 30 જૂને પૂરા થયેલા કવોટરમાં એચડીએફસીની લોન બુક 2.31 લાખ કરોડ રૂપિયા હતી.
અન્ય સમાચારો પણ છે...