જ્વેલર્સોની નબળી માંગથી સોનામાં રૂ.190, ચાંદીમાં રૂ.150નો ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગના કારણે મંગળવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં બે દિવસના વધારા બાદ ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના પગલે ચાંદીમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું.
દિલ્હી બુલિયન બજારમાં આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ. 190 ઘટીને 25,300 રૂપિયા બોલાયો હતો. સોમવારે સોનાના ભાવમાં રૂ. 90નો સુધારો થયો હતો. સોનાના પગલે ચાંદીના ભાવમાં આજે 150 રૂપિયાનો ઘટાડો થતાં પ્રતિ કિલોગ્રામનો ભાવ રૂ. 34,050 થયો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ, ફેડરલ રિઝર્વની મંગળવારથી શરૂ થઈ રહેલી બે દિવસીય બેઠકમાં અમેરિકામાં વ્યાજદર વધારાનો સંકેત મળી શકે છે. મુખ્ય કરન્સી સામે ડોલર મજબૂત થવાની અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. બંને કિંમતી ધાતુઓ પર અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાનું આંશિક દબાણ છે.
રાજધાનીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 150નો ઘટાડો થઈને અનુક્રમે રૂ. 25,300 અને રૂ.25,150 રહ્યો હતો. સિક્કા બનાવનારા અને ઔદ્યોગિક ગૃહોની નીકળેલી નબળી માંગના પરિણામે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે રૂ. 150 ઘટીને રૂ. 34,050ના સ્તર પર પહોંચ્યો હતો.