સોનામાં સાડા પાંચ વર્ષનું તળિયું, ક્રૂડ 48 ડોલરથી નીચે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા પાંચ વર્ષના તળિયે પહોંચી ગયું છે અને ક્રૂડનો ભાવ ચાર મહિના નીચા સ્તર પર છે. ચીનના બજારમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શક્યતાની અસરથી ભાવ પર દબાણ છે. હાલ કોમેક્સ પર સોનાનો ભાવ 2.50 ટકાના ઘટાડા પછી 1094 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી ગયો છે. કોમેક્સ પર ચાંદી પણ 0.30 ટકાના ઘટાડા સાથે 15 ડોલર પ્રતિ ઔંસરની નજીક આવી ગઈ છે. નાયમેક્સ પર ક્રૂડનો ભાવ 48 ડોલરથી નીચે સરકી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ 55 ડોલરથી નીચે આવી ગયું છે. અમેરિકામાં રિગ્સની સંખ્યા વધવાથી ક્રૂડનો ભાવ 4 મહિનાના નીચા સ્તર પર આવી ગયો છે.
ચાર મહિનાના નીચલા સ્તર પર ક્રૂડ
સોમવારે નાયમેક્સ પર ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.30 ટકાના ઘટાડા સાથે 47.95 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. ઉપરાંત બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.18 ટકા તૂટીને 54.5 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે.
અમેરિકામાં વધી રિગ્સની સંખ્યા
ઓઈલ કંપની સર્વિસ પ્રોવાઈડર બેકર હ્યુજે શુક્રવારે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, ગત સપ્તાહે અમેરિકામાં રિગ્સની સંખ્યા 21 વધીને 659 થઈ છે. જે મે બાદ સૌતી વધારે છે. ગત સપ્તાહે આ આંકડો 903 હતો. અમેરિકામાં રિગ્સની સંખ્યા વધવાથી ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ફેકટરી એક્ટિવિટી 15 મહિનાના નીચા સ્તર પર
ચીનની આર્થિક હાલત વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. શુક્રવારે જાહેર થયેલાં આંકડાથી ચીનમાં જુલાઈ દરમિયાન ફેક્ટરી એક્ટિવિટી 15 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. જુલાઈ દરમિયાન મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઘટીને 48.2 સુધી જવાની સંભાવના છે. આ આંકડો એપ્રિલ 2014 બાદ સૌથી ઓછો છે. હકીકતમાં એક્સપોર્ટ ઓર્ડર અને નવા ઓર્ડર ઘટવાની શક્યતા છે, જેની અસર ફેક્ટરી એક્ટિવિટી પર જોવા મળી શકે છે. ક્રૂડનો વધુ ઉપયોગ કરતો ચીન વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે.
અન્ય સમાચારો પણ છે...