ફેડની બેઠક સમાપ્તિ પહેલાં બુલિયન બજારમાં સોનામાં સ્થિરતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગના કારણે બુધવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં રૂ. 10નો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીમાં આજે સુધારાનું વલણ જોવા મળ્યું હતું.
દિલ્હી બુલિયન બજારમાં આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ. 10 ઘટીને 25,290 રૂપિયા બોલાયો હતો. ગઈકાલે સોનાના ભાવમાં રૂ. 190નો ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં આજે 150 રૂપિયાનો સુધારો થતાં પ્રતિ કિલોગ્રામનો ભાવ રૂ. 34,200 થયો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ, ફેડરલ રિઝર્વની મંગળવારથી શરૂ થયેલી બેઠક આજે મોડી રાતે સમાપ્ત થશે. જેમાં અમેરિકામાં વ્યાજદર વધારાનો સંકેત મળી શકે છે. બંને કિંમતી ધાતુઓ પર અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાનું આંશિક દબાણ છે.
રાજધાનીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 10નો ઘટાડો થઈને અનુક્રમે રૂ. 25,290 અને રૂ.25,140 રહ્યો હતો. સિક્કા બનાવનારા અને ઔદ્યોગિક ગૃહોની નીકળેલી માંગના પરિણામે આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે રૂ. 150 વધીને રૂ. 34,200ના સ્તર પર પહોંચ્યો હતો.