• Gujarati News
  • Gold Demand In The Domestic Market Had Declined By 10 15 Per Cent

સોનું થઈ શકે છે સસ્તું, એક મહિનામાં 23,000 રૂપિયાથી નીચે જઈ શકે છે ભાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ આંતરરાષ્ટ્રીય અને ઘરેલું બજારમાં સોનાના ભાવમાં ઘટાડો શરૂ રહી શકે છે. આવતાં એક મહિનામાં ઘરેલું બજારમાં સોનાનો ભાવ 23,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે જઈ શખકે છે તેમ કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પાંચ વર્ષના તળિયે છે. રવિવારે દિલ્હી બુલિયન બજારમાં સોનું 600 રૂપિયું સસ્તું થઈને 25,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાયું હતું. ચાંદી હાજરમાં પણ 300 રૂપિયા સસ્તી થઈને 34050 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
આ કારણોથી ઘટી રહ્યો છે સોનાનો ભાવ
ચીન અને ભારતમાંથી સોનાની માંગ ઘટી છે. અમેરિકામાં ટૂંક સમયમાં વ્યાજદર વધવાની સંભાવનાથી ભાવ પર દબાણ છે. નિષ્ણાતો મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો શરૂ રહેશે. ઘરેલું બજારમાં બુધવારે સતત ચોથા સત્રમાં સોનામાં ઘટડો થયો હતો. છેલ્લાં ચાર દિવસમાં સોનું 1000 રૂપિયા સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર સોનું 10 ડોલરના ઘટાડા સાથે 1093 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે.
શું કહે છે નિષ્ણાતો
આનંદરાઠી કોમોડિટીઝના રિસર્ચ હેડ રવીન્દ્ર રાવના કહેવા મુજબ સોનાનો ભાવ 23,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે સરકી શકે છે. રાવે જણાવ્યું હતું કે ચીને ગત સોમવારે 5 ટન સોનું વેચ્યું હતું આ કારણે સોનાના ભાવમાં આશરે 4 ટકાનો ઘટાડો થયો હતો. રોકાણકારો સોનાના ભાવમાં વધુ ઘટાડાની આશા રાખી રહ્યા છે.
એડલવાઈસ કોમોડિટીની સીનિયર એનાલિસ્ટ રેનિશા ચૈનાનીએ કહ્યું હતું કે, અમેરિકામાં આ વર્ષે વ્યાજદરમાં વધારો નિશ્ચિત છે. આ કારણે માંગ ઘટી છે. ચૈનાનીના કહેવા મુજબ ગત અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં તેની માંગ વધી નથી. લગ્નની સિઝન ન હોવાના કારણે અને એપ્રિલ-માર્ચ દરમિયાન થયેલાં કમોસમી વરસાદતી ગ્રામીણ વિસ્તારોમાં માંગ નબળી છે. આ કારણે સોનાની ઘરેલું કિંમત 23,000 રૂપિયા સુધી ગબડી શકે છે.
સોનામાં 19 વર્ષનો સૌથી મોટો ઘટાડો
ગોલ્ડમેન સાંશના કહેવા મુજબ, સોનામાં સતત 10માં દિવસે ઘટાડો જોવા મળ્યો હતો, જે 1996 પછીનો સૌથી મોટો ઘટાડો છે. 9 જુલાઈથી અત્યાર સુધી સોનાના ભાવમાં 6.1 ટકાનો ઘટાડો થયો છે. ગોલ્ડમેને કહ્યું હતું કે, સોનાનો ભાવ 1000 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો શું કહે છે ઈન્ડસ્ટ્રી નિષ્ણાતો...