સોનું પાંચ વર્ષના તળિયે, ફેડ બેઠક પર નજર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ફેડ બેઠકના પરિણામ પહેલાં સોનાના ભાવમાં સાધારણ રિકવરી જોવા મળી રહી છે. ડોલરમાં નબળાઈના કારણે કોમેક્સ પર સોનું એક ડોલરની તેજી સાથે 1097 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જોકે સોનાનો ભાવ હાલમાં પણ પાંચ વર્ષના નીચલા સ્તર પર છે. અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક આજે પૂરી થશે. તેમાં અમેરિકામાં વ્યાજદર ક્યારે વધશે તેની ખબર પડી શકે છે. નિષ્ણાતો મુજબ સોનું 23,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સરકી શકે છે.
એન્જલ કોમોડિટીના એવીપી અનુજ ગુપ્તા મુજબ સોનાનો ભાવ 23,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. ગુપ્તે કહ્યું હતું કે, અમેરિકામાં વ્યાજદર વધવાનું નક્કી છે. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1000 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી શકે છે.
અમેરિકામાં વધશે વ્યાજ દર
ફેડની બેઠક આજે પૂરી થશે અને તેનું પરિણામ રાતે સાડા અગિયાર વાગે આવશે. જેમાં અમેરિકામાં વ્યાજદરમાં વધારાનો સમય લેવાનો સંકેત મળી શકે છે. અમેરિકામાં સતત સારા આર્થિક આંકડાને જોતાં ફેડ આ નિર્ણય લઈ શકે છે. જો વ્યાજદરોમાં વધારો થશે તો છેલ્લાં એક દાયકામાં પહેલીવાર આમ થશે.
7 વર્ષના તળિયે એસપીડીઆરનું હોલ્ડિંગ
વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ઈટીએખફ કંપની એસપીડીઆરનું હોલ્ડિંગ ઘટીને 218.7 ઔંસ રહી ગયું છે, જે સપ્ટેમ્બર 2008નું નીચલું સ્તર છે. ગત સપ્તાહે સોનાનો ભાવ 1077 ડોલર સુધી આવી ગયો હતો. ફેબ્રુઆરી 2010 બાદ પ્રથમવાર સોનું આ સ્તર સુધી આવ્યું છે.