જુલાઈમાં 7% સસ્તું થયું સોનું, ક્રૂડમાં તીવ્ર ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ઘરેલું બજાર એમસીએક્સ પર સોના-ચાંદીની નબળી શરૂઆત થઈ છે. કોમેક્સ પર આ મહિને સોનાનો ભાવ 7 ટકાથી વધુ ઘટી ચૂક્યો છે. એમસીએક્સ પર સોના-ચાંદી 0.50 ટકાના ઘટાડા સાથે ખુલ્યાં છે. આ ઉપરાંત પૂરવઠો વધારે અને માંગ ઓછી રહેવાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો શરૂ રહ્યો છે. જ્યારે બેસમેટલ્સમાં નિકેલને બાદ કરતાં તમામ મેટલ્સ રેડ ઝોનમાં છે. એગ્રી કોમોડિટીમાં નીચલા સ્તરે ખરીદી પરત ફરી છે.
એમસીએક્સ પર કોમોડિટીની શરૂઆત
એમસીએક્સ પર સોનું 0.50 ટકા ઘટાડા સાથે 24591 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર અને ચાંદી પણ 0.50 ટકા ઘટાડા સાથે 33856 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર વેપાર કરી રહી છે. ક્રૂડ ઓઈલમાં ઘટાડો શરૂ રહેવા પામ્યો છે. ક્રૂડ ઓઈળ ઓગસ્ય વાયદો 1 ટકાથી વધુના ઘટાડા સાથે 3100 રૂપિયા પ્રતિ બેરલ નીચે સરકી ગયું છે. બેસમેટલ્સમાં નિકેલને બાદ કરતાં તમામ મેટલ ઘટાડા સાથે ખુલી છે.
એગ્રી કોમોડિટી પર નજર
ચાલુ સપ્તાહે થયેલાં ભારે વરસાદના કારણે એગ્રી કોમોડિટીના ભાવમાં ઘટાડાનું વલણ છે. કેટલીક કોમોડિટીમાં નીચલા સ્તર પર ખરીદી આવી છે. એનસીડીઈએક્સ પર કેસ્ટર સીડ 0.70 ટકાના ઉછાળા સાથે 4013 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે. જોકે ચણા 0.20 ટકાના ઘટાડા સાથે 4600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નીચે સરકી ગયા છે. સરસિયાં, સોયાબીન અને રિફાઈન્ડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો શરૂ
ડોલરમાં મજબૂતીના કારણે સોનામાં ઘટાડો શરૂ રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1085 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી ગયો છે. કોમેક્સ પર ચાંદી 0.3 ટકા તૂટીને 14.6 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર કારોબાર કરી રહી છે. અમેરિકામાં વ્યાજદર વધવાની સંભાવનાથી ડોલરમાં મજબૂતી આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાયમેક્સ પર ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.5 ટકા તૂટીને 48.3 ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 53.25 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
કોટક કોમોડિટીની ટ્રેડિંગ ટિપ્સ
નિકેલ (ઓગસ્ટ વાયદો) વેચો 707, ટાર્ગેટ 335-332, સ્ટોપલોસ 344
કોપર (ઓગસ્ટ વાયદો) વેચો 340-341, ટાર્ગેટ 335-332, સ્ટોપલોસ 344
કેડિયા કોમોડિટીની ટ્રેડિંગ ટિપ્સ
સોનું (ઓગસ્ટ વાયદો) વેચો 44850, ટાર્ગેટ 24720-24600, સ્ટોપલોસ 24980
ચાંદી (સપ્ટેમ્બર વાયદો) વેચો 34180, ટાર્ગેટ 33950-33700, સ્ટોપલોસ 34400
ક્રૂડ ઓઈલ (ઓગસ્ટ વાયદો) વેચો 3160, ટાર્ગેટ 3120-3060, સ્ટોપલોસ 3200
કોપર (ઓગસ્ટ વાયદો) વેચો 341, ટાર્ગેટ 337.50-334, સ્ટોપલોસ 344.50
સોયાબીન (ઓગસ્ટ વાયદો) ખરીદો 3280, ટાર્ગેટ 3320-3360, સ્ટોપલોસ 3240