ફેડનો ફટકો, સોનામાં ઘટાડો નહીં અટકે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ અમેરિકાના અર્થતંત્રમાં સુધારાવાળા નિવેદન બાદ સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા પાંચ વર્ષના નીચલા સ્તર પર છે. બુધવારે મોડી રાતે ફેડ ચેરપર્સન જેનેટ યેલેને કહ્યું હતું કે, અમેરિકન અર્થતંત્ર પાટા પર ફરી ચૂક્યું છે અને લેબર માર્કેટમાં પણ સુધારો થયો છે. ફેડના નિવેદન બાદ મુખ્ય કરન્સી સામે ડોલરમાં મજબૂતી પરત આવી છે. આ કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. કોમેક્સ પર સોનું હાલ 5 ડોલરના ઘટાડા સાથે 1090 ડોલર પ્રતિ ઔંસથી નીચે સરકી ગયું છે.
ઘરેલું બજાર એમસીએક્સ પર સોનું 0.20 ટકાની નબળાઈ સાથે 24674 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે મુખ્ય કરન્સીની સામે ડોલર 0.25 ટકા વધીને 97.20 પર પહોંચી ગયો છે.
સોનામાં ઘટાડો શરૂ રહેશે
ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ મુજબ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન સોનાનો ભાવ મુખ્ય રીતે અમેરિકાના વ્યાજ દર પર નિર્ભર કરશે. વર્તમાન નાણાકીય વર્ષમાં સોનાનો ભાવ 20500-24000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેવાની સંભાવના છે. ગત સપ્તાહે સોનાનો ભાવ 25000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગયો હતો, જે ચાર વર્ષનું તળિયું હતું. ઈન્ડિયા રેટિંગે કહ્યું છે કે જો અમેરિકા વ્યાજદરોમાં વધારો કરશે તો ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ વધુ ઘટશે. ઘરેલું બજારમાં સોનાનો ભાવ 20,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.
સિંગાપુર સ્થિત બ્રોકિંગ હાઉસ ફિલિપ ફ્યુચર્સે કહ્યું છે કે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ શરૂ રહી શકે છે અને તેમાં રિકવરીની સંભાવના નજરે પડી રહી નથી. બ્રોકિંગ હાઉસ મુજબ અમેરિકામાં વ્યાજદર સપ્ટેમ્બરમાં વધે કે પછી ડિસેમ્બરમાં પરંતુ સોનાના ભાવ 1000 રૂપિયા પ્રતિ ઔંસ સુધી ગબડી શકે છે. ગત સપ્તાહે સોનું 1077 ડોલર પ્રતિ ઔંસ સુધી સરકી ગયું હતું, જે ફેબ્રુઆરી 2010 પછીનું નીચલું સ્તર હતું.