• Gujarati News
  • FMC Decides To Stop Trading In Maize, Cottonseed Futures In Evening From 13th July

રાત્રે 9 વાગ્યા પછી એગ્રો કોમોડીટીમાં કારોબાર કરી શકાશે નહિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વાયદા બજાર આયોગે મકાઈ, કપાસ, કપાસનો ખોળ તથા આરબીડી પામોલીનના સાંજે કરવામાં આવતા ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સિવાય કોટન 29 એમએમ, કૂડ પામ ઓઈલ, કપાસ, યલો સોયાબિન મીલ, ખાંડ તથા રિફાઈન્ડ સોયા તેલના રાત્રે 9 વાગ્ય પછી કરવામાં આવતા કારોબાર પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે. આ સિવાય જે દિવસે વાયદાનો સોદો એરસપાયર થતો હશે તે દિવસે સાંજે 5 વાગ્યા સુધી જ ટ્રેડિંગ કરી શકાશે. આ અંગેના નિયમની અમલવારી આગામી 13 જુલાઈથી શરૂ થશે.
એફએમસીના જણાવ્યા અનુસાર, સાંજના સત્રમાં છ આંતરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા એગ્રો કોમોડીટી સોયા ઓઈલ, સોય મીલ, ક્રૂડ પામ તેલ, કોટન, કપાસ તથા ખાંડના વાયદામાં કારોબાર કરી શકશે. વાયદા બજારએ કરોબારી સત્ર સમાપ્ત થવાનાં સમયમાં પણ ફેરફાર કર્યો છે. નવા સમય પ્રમાણે સાંજનું સત્ર 11-11.30 વાગ્યાની જગ્યાએ 9-9.30 એ જ પુરુ થઈ જશે. આ અંગે એફએમસીએ એનસીડીએકસ તથા એમસીએકસને રિપોર્ટ 20 જુલાઈ સુધીમાં જમા કરવાનું જણાવ્યું છે. નિષ્ણતોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની અસર કોમોડીટી એકસચેન્જના ટર્ન ઓવર પર થાય તેવી શકયતા છે.