ફેડરલ રિઝર્વએ વ્યાજ દર ન વધાર્યો, બજાર અને સોનાના ભાવમાં તેજી આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ બુધવાર રાતે સમાપ્ત થયેલી અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની બેઠકમાં અમેરિકામાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકામાં વ્યાજદર 0.0-0.25 ટકા જાળવી રાખવામાં આવ્યા છે. ફેડે વ્યાજ દરને લઈને કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરવાનો સંકેત આપ્યો છે. તેની અસર શેર બજારથી લઈને કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. ગત સત્રમાં અમેરિકા અને યૂરોપીય બજાર અડધાથી એક ટકાની તેજી સાથે બંધ થયા હતા. નાયમેક્સ પર ક્રૂડનો ભાવ 49 ડોલર પ્રતિ બેરલથી ઉપર આવી ગયો છે. સોનાની કિંમતમાં તેજી આવી છે. કોમેક્સ પર સોનાનો ભાવ અડધો ટકા વધીને 1100 ડોલરની નજકી છે.
લેબર માર્કેટમાં સુધારા બાદ ધીમે ધીમે વ્યાજ દર વધારાશેઃ ફેડરલ રિઝર્વ
ફેડરલ રિઝર્વ બેઠક બાદ કહ્યું હતું કે લેબર માર્કેટમાં સુધારા બાદ જ દર વધારાનો નિર્ણય લેવામાં આવશે. ફેડે મોંઘવારી દર ઓછો રહેવાની આશા વ્યક્ત કરીને કહ્યું હતું કે 2 ટકા મોંઘવારી દરના લક્ષ્યને હાંસલ કર્યા બાદ જ દર વધશે. તેલ-ગેસના ભાવ ઓછા રહેવાથી હાલ મોંઘવારી દર 2 ટકાના લક્ષ્યથી નીચે છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો યથાવત છે. પરંતુ ઈકોનોમીમાં સુધારો ઘણો ધીમો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2008ની મંદીથી અત્યાર સુધી અમેરિકામાં વ્યાજ દર0 ટકાથી 0.25 ટકા પરક સ્થિર છે.
જેનેટ યેલેને સપ્ટેમ્બર બાદ જ દર વધારવાના સંકેત આપ્યા
ફેડરલ રિઝર્વના ચેરપર્સને બેઠક બાદ જણાવ્યું હતું કે, અમેરિકાના અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. સતત સારા થઈ રહેલાં આર્થિક આંકડા આ વાતની સાક્ષી આપી રહ્યા છે, હાઉસિંગ અને કન્ઝ્યુમર પર ખર્ચ વધી રહ્યો છે. વ્યાજદરમાં વધારાનો નિર્ણય આ વર્ષના અંતે લેવામાં આવશે. યૂબીએસ વેલ્થ મેનેજમેન્ટના સીનીયર વીપી એલનના કહેવા મુજબ ફેડ વ્યાજદર વધારાને લઈને કોઈ ઉતાવળમાં નથી. ચીનની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. ઉપરાંત વ્યાજદરમાં વધારાના સમાચારથી બજાર સંપૂર્ણ રીતે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે.
અમેરિકન અને એશિયાઈ બજારોમાં ઉછાળો
બુધવારના સત્રમાં અમેરિકન બજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ ડાઓ જોન્સ 121 અંકના ઉછાળા સાથે 17751ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેક અને એસએન્ડપીમાં અડધા ટકાથી વધારે તેજી જોવા મળી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો નહીં કરવાના કારણે અમેરિકા અને યૂરોપીય બજારમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિક્કેઈ 217 અંકના વધારા સાથે 20,520ના સ્તર પર છે. હોંગકોંગ અને તાઈવાનના બજાર દિવસના ઉચ્ચ સ્તરે કારોબાર કરી રહ્યા છે.
સોના અને ક્રૂડમાં તેજી આવી
અમેરિકામાં ટૂંક સમયમાં વ્યાજદર નહીં વધવાના સમાચારથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ક્રૂડના ભાવમાં તેજી આવી છે. નાયમેક્સ પર ક્રૂડનો ભાવ 49 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ અડધા ટકાની તેજી સાથે 53.65 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. ઉપરાંત સોનાના ભાવમાં 0.20 ટકાની તેજી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1094 ડોલર પ્રતિ ઔંસ છે.
અન્ય સમાચારો પણ છે...