ફેડના આ નિર્ણયથી તૂટી શકે છે સેન્સેક્સ-નિફ્ટી, બેન્કિંગ અને ઈન્ફ્રા પર પડશે મોટો માર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ અમેરિકામાં ટૂંક સમયમાં વ્યાજદર વધવાની શક્યતાથી બ્રોકરેજ હાઉસ અને બજાર નિષ્ણાતોના અભિપ્રાયમાં ફેરફાર આવી રહ્યો છે. આ સપ્તાહે 28-29 જુલાઈના રોડ અમેરિકાની સેન્ટ્રલ બેક ફેડરલ રિઝર્વની વ્યાજદરો પર બેઠક છે. જેના કારણે ભારતીય અને ગ્લોબલ માર્કેટમાં મોટી ઉથલ પાથલ જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકામાં બેકારી દર 2008ના નીચલા સ્તર પર છે. આ પરિસ્થિતિમાં અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ટૂંક સમયમાં વ્યાજદર અંગે નિર્ણય લઈ શકે છે. જો વ્યાજદરમાં વધારો થશે તો ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડાની સૌથી મોટી અસર આઈટી, બેન્કિંગ, ઈન્ફ્રા અને રિયલ્ટી સેક્ટર પર થશે.
વ્યાજદર વધારાની ભારત પર શું અસર થશે
અમેરિકામાં જો વ્યાજદર વધશે તો તે વાતનો સંકેત હશે કે અમેરિકાનું અર્થતંત્ર ખરાબ સમયમાંથી નીકળી ચૂક્યું છે. આ સંજોગોમાં વિદેશી રોકાણકારોએ જે પૈસા ભારતીય બજારમાં રોકી રાખ્યાં છે તે નીકાળી લેશે. આ સંજોગોમાં ભારતીય બજારમાં વેચવાલી જોવા મળી શકે છે.
બેન્કિંગ, ઈન્ફ્રા અને આઈટી પર થશે સૌથી વધુ અસર
અમેરિકામાં વ્યાજદર વધવાની સૌથી વધુ અસર આઈટી, બેન્કિંગ, ઈન્ફ્રા અને રિયલ્ટી કંપનીઓ પર થશે. આઈટી કંપનીઓની કુલ આવકમાં 60 ટકા હિસ્સો અમેરિકા અને યૂરોપનો હોય છે. ઉપરાંત ઈન્ફ્રા તથા રિયલ્ટી સેક્ટરની મોટી કંપનીઓએ ડોલરમાં મોટું ઋણ લીધું છે. વ્યજદર વધવાથી ડોલર ઈન્ડેક્સમાં તેજી આવશે તેનાથી કંપનીઓ પર ઋણનો બોજ વધશે.
વર્તમાન સ્તરે શેરબજારમાં ઘટાડો શક્ય
ફોર્ચ્યુન ફિસ્કલના ડાયરેકર જગદીશ ઠક્કરના કહેવા મુજબ અમેરિક જો વ્યાજદર વધવારવની જાહેરાત કરશે તો બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. આ વખતે ફેડની બેઠકમાં સપ્ટેમ્બરતી વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે.
શું કહે છે બજાર નિષ્ણાતો
બોનાન્ઝા પોર્ટફોલિયાના એવીપી પુનીત કિનરાનું કહેવું છે કે, ફેડની બેઠકમાં આ વખતે વ્યાજદર વધવાના નિર્ણયની શક્યતા છે. આ સંજોગોમાં બજારમાં ઘટાડો શરૂ રહી શકે છે. રોકાણકારોએ કેટલાંક પસંદગીના શેર પર દાવ લગાવવો જોઈએ.
રોકાણકારોની રણનીતિ કેવી હોવી જોઈએ
મોયસ્ટોરના હેડ લોકેશ ઉપ્પલ કહે છે કે, બજારમાં વેચવાલી થવાના સમયે ખરીદીની સારી તક છે. આ સમયે ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ જેવા સેક્ટરોમાં રોકાણની સારી તક છે.
ટ્રેડર્સ આ રીતે કરી શકે છે ટ્રેડ
સ્ટોક એક્સિસના રિસર્ચ હેડ બૃજેશ સિંહના કહેવા મુજબ, ચાર્ટ પર નિફ્ટી નબળી જોવા મળી રહી છે. નિફ્ટીમાં ઉપલા સ્તરે વેચવાલીની પૂરી શક્યતા છે. નિફ્ટી ફ્યૂચર્સમાં વેચવાલી કરો, ટાર્ગેટ 8350નું રાખો. જો નિફ્ટી આ સ્તરને તોડે તો 8200 સુધીનું સ્તર જોવા મળી શકે છે. ઉપરની બાજુ 8650 મહત્વપૂર્ણ રેજિસ્ટેંસ છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો સોના પર શું અસર થશે...
અન્ય સમાચારો પણ છે...