ડો રેડ્ડીઝનું રિઝલ્ટ પ્રથમ કવોટરમાં અનુમાન કરતા સારુ આવ્યુ, નફો 14 ટકા વધ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાર્મા સેકટરની કંપની ડો રેડ્ડીઝે પ્રથમ કવોટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના પરિણામો અનુમાન કરતા સારા આવ્યા છે. જૂનમાં પૂરા થયેલા કવાટરમાં કંપનીનો કંન્સોલિડેટેડ પ્રોફીટ 13.81 ટકા વધીને 626 કરોડ રૂપિયા થયો છે. એકસપર્ટસ દ્વારા કંપનીનો નફો રૂપિયા 540 કરોડ રહેવા અંગેનું અનુમાન કર્યું હતું. એપ્રિલ-જૂનના ગાળામાં કંપનીની આવક 6.55 ટકા વધીને રૂ.3758 કરોડ રૂપિયા થઈ છે. ગત વર્ષે કંપનીની આવક ગત વર્ષે રૂપિયા 3517 કરોડ હતી. પ્રથમ કવાટરમાં કંપનીના અબિટડામાં 12 ટકાનો વધારો થયો છે. જૂનમાં પૂરા થયેલા કવોટરમાં અબિટડા 900 કરોડ રૂપિયા રહી છે. જે કુલ આવકના 26 ટકા છે.
યુરોપને કારણે આવકમાં 43 ટકાનો વઘારો થયો
ડોકટર રેડ્ડીઝને યરોપને કારણે જેનેરિક આવકમાં 43 ટકાનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં આ આવક 133 કરોડ રૂપિયાથી વધીને રૂપિયા 191 કરોડ રૂપિયા રહી હતી. જેનરિક સેગમેન્ટમાં આવકનો સૌથી વધુ હિસ્સો અમેરિકાનો છે.
એકસપર્ટનો મત
ડો રેડ્ડીઝ લેબોરેટરીઝના પરિણામો અંગે સ્વિફટ બ્રોકિંગના સંદીપ જૈને આ અંગે જણાવ્યું છે કે, કંપનીના પરિણામો સારા આવ્યા છે. કંપનીનું માર્જિન અનુમાન કરતા સારું છે. જે લોકોએ રોકાણ કર્યુ છે એ લોકોએ પોતાનું રોકાણ જાળવી રાખવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...