• Gujarati News
  • China Stocks Fall In Defiance Of Beijing’s Support Efforts

ચીનના માર્કેટ ખુલતાની સાથે જ ૮ ટકા તૂટયા, એશિયા, કોમોડિટી બજારો ધ્વસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ચીનના મૂડીબજારમાં બુધવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ચીનનો બેન્ચમાર્ક શાંઘાઇ કોમ્પોઝિટ 5.9 ટકા તૂટીને બંધ રહ્યો હતો. સેશન દરમિયાન તીવ્ર ઘટાડો આવતા શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ચીનના બજારની રેગ્યુલેટર ચાઇના સિક્યોરિટીઝ રેગ્યુલેટરી કમિશન (સીએસઆરસી)ના જણાવ્યા અનુસાર, બજારમાં પેનિક સેન્ટિમેન્ટ છે. તેના કારણે ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આનો અર્થ એ કે ચીનના જીડીપીના 50 ટકા જેટલું માર્કેટ કેપ સાફ થઇ ગયું છે. વાસ્તવમાં માર્જિન ટ્રેડિંગ પર નિયંત્રણના પ્રયાસો પછી ચીનના બજારોમાં ઘટાડો શરૂ થયો છે.

ચીનમાં છેલ્લા એક વર્ષમાં માર્જિન ફન્ડિંગ ત્રણ ગણું વધ્યું છે. ચીનમાં માર્જિન ફન્ડિંગ માર્કેટ કેપના 9 ટકા સુધી પહોંચ્યું છે. જ્યારે 2007ની સરખામણીમાં ચીનના બજારમાં ટ્રેડિંગ વોલ્યુમ 10 ગણું થયું છે. ચીનના બજારમાં ખુલતાની સાથે ઘટાડો આવ્યો હતો અને બેન્ચમાર્ક 8 ટકા તૂટ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં આવેલા ઘટાડામાં નાના રોકાણકારોના 3.2 લાખ કરોડ ડોલર (રૂ.201.6 લાખ કરોડ) ધોવાયા છે.
જો કે રેગ્યુલેટરે બજારને સહારો આપવા માટે ઇમરજન્સી પગલા ઉઠાવ્યા છે. પરંતુ તેનાથી બજારને ખાસ સપોર્ટ નથી મળી રહ્યો અને કોમોડિટી બજારોમાં પણ મોટી વેચવાલી જોવા મળી રહી છે. કોપર અને નિકલ ૬ વર્ષના નિચલા સ્તરે પહોંચી ગયા છે.
કોમોડિટી બજારમાં ભૂકંપ
ચીનના બજારોમાં ઘટાડાનો સૌથી વધુ માર કોમોડિટી બજારો પર પડયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદી, ક્રૂડ અને બેઝ મેટલ્સમાં ભારે ઘટાડો છે. કારણ કે ચીન વિશ્વની સૌથી મોટી ઇકોનોમી છે, અને સોના-ચાંદી, ક્રૂડનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. જેથી કોમોડિટીમાં મોટી વેચવાલી છે. નાયમેક્સ પર ક્રૂડનો ભાવ ૫૧ ડોલર પ્રતિ બેરલની નજીક છે. તો સોના અને ચાંદી ચાર મહિનાના નીચલા સ્તરે છે. જયારે નિકલ અને કોપરની કિંમત ૬ વર્ષની નિચલા સ્તરે સરકી ગયો છે.
બજારમાં ૮ ટકાનો સૌથી મોટો ઘટાડો
ચીનનાં કેપિટલ માર્કેટમાં માર્જિન્સ કોલ વધાર્યા બાદ ભારે ઘટાડો છે. શાંઘાઇ ઇન્ડેક્સ ૭.૫ ટકા નીચે ખુલ્યો હતો. હાલ શાંઘાઇ ઇન્ડેક્સ ૫ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. હોન્ગ કોંગના બજારોમાં ૫ ટકાનો ઘટાડો છે. આ ત્રણ મહિનાના નિચલા સ્તરે કારોબાર કરી રહ્યા છે.
ચીનના બજારોમાં ઘટાડાનું શું છે કારણ
જે ઇન્વેસ્ટર્સે ઉધારના નાણાંથી ચીનના માર્કેટ પર મોટો દાવ લગાવ્યો હતો, તેઓ તેજીના સોદા કાપી રહ્યા છે. ઓથોરિટીઝ માર્જિન ફાઇનાન્સિંગ નિયમો સખત બનાવી રહી છે. જેમાં ઉધારીના પૈસાથી શેરોની ખરીદી સામેલ છે. બુધવારની સવારે ચીના રેગ્યુલેટરે ફરી ફ્યૂચર્સમાં માર્જિન કોલ્સ વધારી દીધું છે. ઉપરાંત, આ પગલાથી આઇપીઓ પર રોક અને બજારને સમર્થન આપવા માટે કેન્દ્રીય બેન્ક તરફથી રોકડ આપવાનું સામેલ છે.
ચીનના બજારો પર શું કહે છે એક્સપર્ટ
મોર્ગન સ્ટેનલીએ મિડ ૨૦૧૬ માટે શાંઘાઇ કોમ્પોઝિટનું લક્ષ્ય ૫૦ ટકા ઘટાડી દીધું છે. તેણે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે આ ઘટાડો ખરીદી કરવાની તક નથી. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના સર્વેમાં માલૂમ પડ્યું છે કે ૧૦માંથી સાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માને છે કે ચીનના ઇક્વિટી બજારોનો ફુગ્ગો ફુટી ગયો છે.
ઇન્ડેક્સે તોડયા મનોવૈજ્ઞાનિક સ્તર
બજારના ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે ચીનના ઇન્ડેક્સ શાંઘાઇએ ૩૪૦૦નુ સ્તર તોડી નાંખ્યું છે. માર્કેટ ટ્રેડર્સ ડેરિલ ગપી કહે છે કે જો શાંઘાઇ ઇન્ડેક્સ ૩૪૦૦નું સ્તર તોડે છે તો આવતો સપોર્ટ ૩૦૦૦ રૂપિયાનો હશે.
ચીનમાં ઘટાડાથી ભારતને ફાયદો
સ્થાનિક બ્રોકરેજ હાઉસના રિપોર્ટ અનુસાર આર્થિક એન્ગલથી ગ્રીસ સંકટની ભારત પર અસર નહીં થાય. પરંતુ ગ્રીસ સંકટના કારણે વધુ કેટલાક દિવસો સુધી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ચીનમાં એફઆઈઆઇ રોકાણ ઘટવાથી ભારતીય બજારોને ફાયદો થશે. તો ચીનના બજારોમાં અનિશ્ચિતતા રહેશે.
ભારત રોકાણકારોની પ્રથમ પસંદ
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચે જુલાઇ માટે ગ્લોબલ ફન્ડ મેનેજર્સ વચ્ચે સર્વે કરાવ્યો છે. જેમાં તેમણે ઉભરતા બજારોમાં રોકાણ માટે ભારતને સૌથી પસંદગીનું સ્થળ ગણાવ્યું છે. સર્વે મુજબ ચીન એક બબલ બની રહ્યો છે. ભારતીય શેરબજારો ઉંચાઇએથી ૧૪ ટકા ઘટયા છે, છતાં પણ ઇકોનોમીમાં લેવામાં આવી રહેલા પગલાથી છ મહિનામાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.