• Gujarati News
  • Shares In Lime Light, BOB, Dr.Reddy To Declare Results

ખબરોમાં શેર, નેસ્લે અને બજાજ ઇલેક્ટ્રીકલ્સમાં રહેશે હલચલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ આજે માંધાતા કંપનીઓના પરિણામો જાહેર થવાની છે ત્યારે અમુક કંપનીઓએ પહેલા પોતાના પરિણામ જાહેર કરી દીધા છે, ત્યારે નજર નાખીએ આ શેરોમાં આજે દિવસ દરમિયાન કેવી હલચલ રહેશે.
આજે પરિણામઃ બેન્ક ઓફ બરોડા, ડો. રેડ્ડીઝ, દેના બેન્ક, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, હેન્માર્ક ફાર્મા, આઇડીએફસી, આઇટીસી
જીએસટીઃ કેન્દ્રિય કેબિનેટે બુધવારે રાજ્યસભા સિલેક્ટ કમિટી દ્વારા જીએસટી ખરડામાં આપવામાં આવેલા તમામ સુચનોને સ્વીકારી લેવામાં આવ્યા છે. તેના અનુસાર કેબિનેટે જીએસટી લાગુ થવાથી રાજ્યોની તિજોરીને થનારા કોઇ પણ નુકસાન માટે પાંચ વર્ષ સુધી તેની ભરપાઇ કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે થયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં રાજ્ય સભા સિલેક્ટ કમિટીની ભલામણોનો સ્વીકાર કરવામાં આવતા જીએસટી ખરડાને રાજ્ય સભામાં પ્રાદેશિક પાર્ટીઓનું સમર્થન મળવાની સંભાવના વધી ગઇ છે, જ્યાં એનડીએના સભ્યોની સંખ્યા ઓછી છે.
અસરઃ બ્રોકરેજ કંપનીનું કહેવું છે કે લોજિસ્ટિક કંપનીઓની સાથે સાથે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીધઝ, અમરા રાજા બેટરીઝ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, એશિયન પેઇન્ટસ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને મેરિકો જેવી કંપનીઓને જીએસટી લાગુ થવાથી ફાયદો થઇ શકે છે. કોટક સિક્યોરિટીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પીવીઆર સિનેમા અને ડિશ ટીવી હાલમાં જેટલો ટેક્સ આપે છે તેમને જીએસટી લાગુ થયા બાદ ઓછો ટેકસ ચૂકવવો પડશે.
જેએસડબ્લ્યુ એનર્જીઃ જેએસડબ્લ્યુ એનર્જીએ બુધવારે જણાવ્યું હતું કે તેની સબ્સિડિયરીએ સાઉથ આફ્રિકન કોલ માઇનિંગ હોલ્ડિંગ્સ લિમીટેડ )એએસએસીએમએચ)માં પોતાની 26 ટકા હિસ્સેદારી વેચી દીધી હતી.

સ્પાઇસ જેટ: બજેટ કેરિયર સ્પાઇસ જેટે બુધવારે કહ્યું કે તેણે લોંગ ટર્મ બિઝનેસ પ્લાન અનુસાર આશરે 100 નવા પ્લેન ખરીદવાની યોજના બનાવી છે. તે સંબંધમાં તેની બોઇંગ અને એરબસ સાથે વાતચીત ચાલી રહી છે. સ્પાઇસજેટના ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર કિરણ કોટેશ્વરના અનુસાર અમને લોંગ ટર્મ એરક્રાફ્ટની જરૂર છે જેથી તેના અનુરૂપ બિઝનેસ પ્લાન બનાવી શકીએ.
બજાજ ઇલેક્ટ્રીકલ્સ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, એવરેડી ઇન્ડસ્ટ્રીઝઃ ભારત સરકારે ચીનથી આયાત થનારી 26 વોટ સુધીની કોમ્પેક્ટ ફ્લોરેસેન્ટ લેમ્પ (સીએફએલ) પર નંગદીઠ 0.302 ડોલર એન્ટિ ડંપીંગ ડ્યુટી લગાવવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર નોટિફિકેશનના અનુસાર આ ડ્યૂટી પાંચ વર્ષ સુધી રહેશે. સરકારના એક ફેંસલાથી દેશની સીએફએલ બનાવતી મોટી કંપનીઓની સાથે નાના એકમોને પણ રાહત મળશે.
વેદાંતાઃ નેચરલ રિસોર્સીઝનું ખનન કરતી વેદાંતા લિમીટેડે જારી કરેલા પરિણામો અનુસાર 2015-16ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નફો 130 ટકા વધીને રૂ. 866 કરોડ થઇ ગયો છે. જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 375 કરોડના સ્તરે હતો.
એસ્સાર ઓઇલઃ એસ્સાર ઓઇલે અત્યાર સુધામાં સૌથી વધુ રૂ. 1063 કરોડનો હાંસલ કર્યો છે. પાછલા વર્ષની તુલનમાં તેમાં 54 ટકાનો વધારો થયો છે. જોકે ક્રૂડમાં થઇ ઘટાડાની અસર તેની આવકમાં જોવા મળી રહી છે. તેની આવક 25 ટકા ઘટીને રૂ. 20,572 થઇ છે.
નેસ્લે ઇન્ડિયાઃ પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ નુકસાન કર્યુ છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 287 કરોડ રૂપિયાના નફાની તુલનામાં 64 કરોડની ખોટ કરી છે. મેગી પર પ્રતિબંધને કારણે કંપનીના પરિણામો ખરાબ રહ્યા છે.
બાયોકોનઃ સિંજીનના આઇપીઓને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સિંજીનનો આઇપીઓ 18 ગણો સબસ્ક્રાઇબ થયો છે. બાયોકોનની રિસર્ચ પાંખ સિંજીન આઇપીઓ મારફતે આશરે રૂ. 550 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. આઇપીઓ બાદ સિંજીનમાં બાયોકોનનો 74 ટકા હિસ્સો રહી જશે. સિંજીન બાયોકોન સહિત દુનિયાભરની તમામ દિગ્ગજ ફાર્મા કંપનીઓને સેવા આપે છે અને બાયોફાર્માની ટોચની 10 કંપનીઓમાંતી 8 તેની ક્લાયંટ છે. સિઝીનનું માર્કેટ કેપ આશરે રૂ. 5 હજાર કરોડ છે.