અંબુજાનો નફો 45% ટકા ધટયો, એમઆરએફનો નફો 94 ટકા વધ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સિમેન્ટ સેકટરની અગ્રણી કંપની અબુજા સિમેન્ટે વર્ષ 2015-16ના બીજા કવોટરના પરિણામો જાહેર કર્યા છે. કંપીનીનું વાણીજય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર છે. એપ્રિલ-જૂન કવોટરમાં અબુજા સિમેન્ટનો નફો 45 ટકા ઘટીને 226.4 કરોડ રૂપિયા થયો છે. જોકે વર્ષ 2014માં આ ગાળામાં કંપનીનો નફો 408.7 કરોડ રૂપિયો હતો.
ટાયર કંપની એમઆરએફનું વાણીજય વર્ષ ઓકટોમ્બરથી સપ્ટેમ્બર સુધીનું હોય છે. કંપનીની ત્રીજા કવોટરમાં આવક તથા નફો વધ્યા છે. કંપનીએ રૂપિયા 3નું ડિવિડન્ડ પ્રતિ શેર દીઠ આપવાની જાહેરાત કરી છે. એપ્રિલ-જૂન કવોટરમાં એમઆરએફનો નફો 94.7 ટકા વધી રૂપિયા 446.81 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષે આ ગાળામાં કંપનીનો નફો 230.2 કરોડ રૂપિયા હતો.
અન્ય સમાચારો પણ છે...