તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Q1માં વિપ્રોનો કન્સોલિડેટેડ પ્રોફિટ 8% ઘટયો, આઈટી સર્વિસિસથી આવક વધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્રિમાસિકના આધારે Q1માં વિપ્રોનો પ્રોફીટ 2,240 કરોડ રૂપિયાથી ઘટીને 2,052 કરોડ રૂપિયા નોંધાયો છે. કંપનીનું પરિણામ અનુમાન કરતા ખરાબ આવ્યું છે. Q1માં વિપ્રોનો પ્રોફીટ 2150 કરોડ રૂપિયા રહેવા અંગેનું અનુમાન કરવામાં આવ્યું હતું.
આઈટી સર્વિસિથી આવક વધી
એપ્રિલ-જૂન કવાર્ટરમાં કંપનીની આઈટી સર્વિસિસની આવક 12,797 કરોડથી વધીને 13,109 રૂપિયા નોંધાઈ છે. કંપનીનું નેટ વેચાણ 11,660 કરોડ રૂપિયાથી ઘટીને 11,590 કરોડ રૂપિયા નોંધાયો છે. આઈટી સર્વિસનું અબિટા માર્જિન 19.7 ટકા ઘટીને 17.8 ટકા રહ્યું છે.
રેવન્યુ ગાઈડન્સ સ્થિર
એપ્રિલ-જૂનમાં કંપનીની આઈટી સર્વિસનું વેચાણ 2.6 ટકાથી વધીને 193 કરોડ ડોલર રહ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટર માટે કંપનીએ રેવન્યુ ગાઈડન્સને 193-195 કરોડ ડોલરની વચ્ચે રાખ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કંપનીની આઈટી પ્રોડકટથી રેવન્યુ 590 કરોડ રૂપિયા રહી છે. 30 જૂન સુધી કંપનીમાં 1.73 લાખ કર્મચારીઓ હતા.
આઈટી સર્વિસિસનું માર્જિન ઘટયું
વિપ્રોના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જતીન દલાલે કહ્યું છે કે પ્રથમ કવાર્ટરમાં કંપનીની આઈટી સર્વિસિસનું માર્જિન 19.7 ટકાથી ઘટીને 17.8 ટકા રહ્યું છે. કર્મચારીઓ પર ખર્ચ અને અધિગ્રહણના કારણે માર્જિન ઘટયું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં વિપ્રોએ અમેરિકાની કંપની વિટોસ ગ્રુપને 13 કરોડ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો