એક વર્ષમાં 10 ગણા સુધી વધ્યાં આ શેરો, શું હોય રોકાણની વ્યૂહરચના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે આશરે 1 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જોકે, 64 કંપનીઓ એવી પણ છે, જેમના શેરમાં આ દરમિયાન 200થી 1000 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ઊંચા રિટર્નના કારણે અનેકવાર રોકાણકારો આ શેરોમાં રૂપિયા લગાવે છે. જોકે, માર્કેટ એક્સપર્ટ માને છે કે તીવ્ર ઉછાળાવાળા શેરને લઈને રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ. જાણીએ તીવ્ર ઉછાળાવાળા આ શેરોમાં શું રોકાણ વ્યૂહરચના હોવી જોઈએ.
10 ગણા સુધી વધ્યા શુગર શેરો
ગત એક વર્ષમાં આશરે 190 શેરો એવા રહ્યા છે જેમનું રિટર્ન 100 ટકાથી વધારે રહ્યું છે. તો 60થી વધારે શેરોમાં રોકાણકારોને 250 ટકાથી વધારે રિટર્ન મળ્યું છે. સેક્ટરની વાત કરવામાં આવે તો સૌથી વધારે નફો શુગર સેક્ટરની કંપનીઓમાં મળ્યો છે. 9 શુગર કંપનીઓનો શેર એક વર્ષમાં 350 ટકાથી વધારે વધ્યા છે. એટલે કે શુગર કંપનીઓના શેરો એક વર્ષમાં 4 ગણાથી વધારે થઈ ગયા છે.
એક વર્ષમાં રિટર્ન
અપર ગેન્જેસ શુગર
960%
દ્વારિકેશ શુગર
975%
મવાના શુગર્સ
785%
ઉત્તમ શુગર મિલ્સ
667%
ઓલસેક ટેકનોલોજીસ
675%
જીએમ બ્રેવરીઝ
587%
રશીલ ડેકોર
540%
સ્ટોર વન રિટેલ
420%
ઈમાબી ઈન્ડસ્ટ્રીઝ
434%
રાજશ્રી શુગર
401%
તીવ્ર ઉછાળાવાળા શેરોમાં રહો સતર્ક
કેપિટલ સિન્ડિકેટના પાર્ટનર સુબ્રમણ્યમ પશુપતિએ રોકાણકારોને આવા શેરોથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમના કહેવા મુજબ આ કંપનીઓ ભલે સારી રીતે કામ કરી રહી હોય પરંતુ તેમાં વધારા પાછળ અનેક કારણ હોઈ શકે છે. આ કારણે રોકાણકારોએ આ શેરોમાં રોકાણથી બચવું જોઈએ. તીવ્ર ગ્રોથ બાદ આ શેરોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના ઘણી વધી જાય છે. આ સ્થિતિમાં ઉચ્ચ સ્તર પર પહોંચેલા શેરોમાં રોકાણકારો માટે નુકસાનની સંભાવના ઘણી વધારે હોય છે. જો શેર આ સ્તર પર પણ વધે છે તો તેનો વધારો મર્યાદીત રહે છે. પશુપતિએ રોકાણકારોને સામાન્યથી વધારે ગ્રોથ કરી ચૂકેલા શેરોથી દૂર રહીને જેમાં સ્થિર પરંતુ નિયમિત ગ્રોથ હોય તેવા શેરોમાં રોકાણની સલાહ આપી છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, શું હોય રોકાણ વ્યૂહરચના...
અન્ય સમાચારો પણ છે...