તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઝલોનને GIPLનો 71.40 MWનો ઓર્ડર મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સમાં દેશની અગ્રણી કંપની સુઝલોન ગ્રુપે આજે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPL) તરફથી 71.40 MW વિન્ડ પાવર પ્રોજેક્ટ મળ્યાની જાહેરાત કરી હતી. સુઝલોન સ્ટીલ હાયબ્રિડ ટાવર સાથે S97-120m વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTGs)ના 29 યુનિટની અને S97-90m WTGના પાંચ યુનિટની ટેબ્યુલર ટાવર સાથે સ્થાપના કરશે, જેની પ્રત્યેકની રેટેડ ક્ષમતા 2.1MWની હશે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો આ પ્રોજેક્ટ 3 તબક્કામાં પૂરો થશે અને એપ્રિલ, 2017થી કાર્યરત થશે. સર્વિસ પેકેજ અંતર્ગત સુઝલોન 20 વર્ષ સુધી પ્રોજેક્ટનું મેઈન્ટેનન્સ કરશે.
સુઝલોન એનર્જીના ચીફ સેલ્સ ઓફિસર ઈશ્વર મગનલાલે જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં સુઝલોને મહત્વનો ભાગ ભજવ્યો છે. અમે કચ્છમાં એશિયાનો સૌથી મોટો વિન્ડ પાર્ક ડેવલપ કર્યો છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. સાથે ભાગીદારી કરીને અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. સુઝલોન અને તેની ટેક્નોલોજી પર ભરોસો દર્શાવવા બદલ અમે GIPLના આભારી છીએ.
GIPLનો ઓર્ડર મળ્યાનાં સમાચાર બાદ 11.55 કલાકે સુઝલોનનો શેર 0.75 ટકા વધારા સાથે 13.30 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.