ચોતરફી લેવાલીથી સેન્સેક્સ 260 અંક વધ્યો, ઇન્ફ્રા, ઓટો, બેન્કોમાં તેજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ બજારમાં આજે સારી લેવાલીના ટેકે ઊછાળો આવ્યો છે. બપોર બાદ સેન્સેક્સ 258 અંક ઊછળીને 32,855 અને નિફ્ટી 88 અંક વધીને 10,133 પર ચાલે છે. તમામ સેક્ટર્સ લેવાલીથી વધ્યા છે. તેમાં સૌથી આગળ ઇન્ફ્રા 1.83 ટકા, ઓટો 1.83 ટકા, રીયલ્ટી 1.52 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 1.15 ટકા, મેટલ 1 ટકા અને મીડિયા 1 ટકા વધીને આગળ છે.
 
સેન્સેક્સમાં એલએન્ડટી 2.82 ટકા વધીને મોખરે છે. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક, મારુતિ, ભારતી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, એસબીઆઇ, એચયુએલ, ઇન્ફોસીસ જેવા શેરો 2.7 ટકાથી 0.57 ટકા વધ્યા છે. જ્યારે સન ફાર્મા, ટીસીએસ, રિલાયન્સ, કોલ ઇન્ડિયા વિપ્રો ઘટ્યા છે.
 

અન્ય સમાચારો પણ છે...