શેલ્બી હોસ્પિટલ્સનો આઇપીઓ ખુલ્યો, ઇશ્યૂ પ્રાઇસ રૂ.245-248

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાતની હોસ્પિટલ ચેન શેલ્બી હોસ્પિટલ્સનો આઇપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. 7 ડિસેમ્બર સુધી રોકાણકાર આ આઇપીઓમાં રૂપિયા લગાવી શકે છે. શેબ્લી હોસ્પિટલ્સે આઇપીઓ માટે 245-248 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તો 60 શેરોનો એક લોટ હશે. ઇશ્યૂ દ્ધારા કંપનીની 480 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.    શેલ્બી હોસ્પિટલ્સે 248 રૂપિયા પ્રતિ શેરના ભાવે એન્કર ઇન્વેસ્ટરોને 150.5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. શેલ્બી હોસ્પિટલ્સ અમદાવાદ સ્થિત હોસ્પિટલ ચેન છે. શેલ્બી પાસે કુલ 11 હોસ્પિટલ્સ છે અને 9માં કામકાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 6, મધ્ય પ્રદેશમાં 3 હોસ્પિટલ છે. મુંબઇ, મોહાલી અને જયપુરમાં 1-1 હોસ્પિટલ છે.    શેલ્બીના સીએમડી ડો.વિક્રમ શાહે જણાવ્યું કે આઇપીઓ દ્ધારા પ્રાપ્ત રકમનો ઉપયોગ દેવુ ચૂકવવામાં કરવામાં આવશે. કંપની 280 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. કંપની પર 400 કરોડનું દેવું છે. સાથે જ કંપનીની નવી હોસ્પિટલ ખોલવાની પણ યોજના છે. કંપની મુંબઇ, વડોદરા અને નાસિકમાં હોસ્પિટલ ખોલશે. 

અન્ય સમાચારો પણ છે...