તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સ 248 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટીમાં 86 અંકનો ઘટાડોઃ FMCG, મેટલ, ઓટોમાં પ્રોફિટ બુકિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ સપ્તાહના છેલ્લા દિવસે પ્રોફિટ બુકિંગના કારણે બજારો ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ -248 (-0.85%) પોઇન્ટ ઘટીને 29,000ની સપાટી ગુમાવીને 28,797.25 પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ -85.80 (-0.96%) પોઇન્ટ ઘટીને 8900ની સપાટીની નીચે 8,866.70 પર બંધ થયો છે. આગલા દિવસે સેન્સેક્સ અને નિફટીએ 18 માસની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આજના સેશનમાં એફએમસીજી, મેટલ, ઓટો, ફાર્મા, ઇન્ફ્રા અને બેન્કો પ્રોફિટ બુકિંગના કારણે ઘટ્યા હતા.
મેટલ, FMCG, ઓટો, ફાર્મા, ઇન્ફ્રા, બેન્કિંગમાં પ્રોફિટ બુકિંગ આવ્યું, ઓઇલ, આઇટી વધ્યા

અગાઉ તેજીમાં રહેલા તમામ સેક્ટર્સમાં આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ખાસ કરીને એફએમસીજી, મેટલ, ઓટો, ફાર્મા, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેન્કો પ્રોફિટ બુકિંગના કારણે 2.1 ટકાથી 0.93 ટકા ઘટ્યા હતા. મેટલ અને એફએમસીજીમાં 2 ટકાનો ઘટાડો આવ્યો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ પણ 1.27 ટકા ઘટી ગયો હતો. જ્યારે એનર્જી, ઓઇલ એન્ડ ગેસ અને આઇટી 0.77 ટકાથી 0.49 ટકા વધ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી આવી

આજના સેશનમાં ચોતરફી વેચવાલીથી નાના શેરોમાં પણ ઘટાડો આવ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટી ગયા હતા. બીએસઇમાં કુલ ટ્રેડેડ 2819 શેરોમાંથી 1453 શેરો ઘટીને અને 1184 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 182 સપાટ બંધ રહ્યા હતા.
આઇટીસી, એક્સિસ બેન્ક, એચડીએફસી ગબડ્યા, ઓએનજીસી, ટીસીએસ વધ્યા

સેન્સેક્સમાં 23 શેરો ઘટીને બંધ રહ્યા હતા. તેમાં એક્સિસ બેન્ક 2.57 ટકા ઘટીને ટોપ લુઝર બંધ રહ્યો હતો. ઉપરાંત આઇટીસી 2.37 ટકા, એચડીએફસી 1.83 ટકા, ટાટા મોટર્સ 1.91 ટકા, એલએન્ડટી 1.61 ટકા ઘટતા દબાણ વધ્યું હતું. જ્યારે ઓએનજીસી 3.2 ટકા ઊછળીને ટોપ ગેઇનર હતો. ઉપરાંત, ટીસીએસ, વિપ્રો, રિલાયન્સ, ગેઇલ 1.56 ટકાથી 0.83 ટકા વધ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો