તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજારો 18 માસની નવી ટોચેઃ સેન્સેક્સ 119 અંક વધ્યો, નિફ્ટી 8950ની ઉપર, TCS 5% તૂટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારોએ પાછલા બે દિવસના વિરામ પછી ગુરુવારે ફરી તેજીના માર્ગે પાછા ફરી 18 માસની નવી ટોચ બનાવી છે. સેન્સેક્સ 29,000 અને નિફ્ટી 8950ની મહત્ત્વની સપાટીઓ પર બંધ રહ્યા છે. સેન્સેક્સે ગુરુવારે 29,077.28ની નવી 52 સપ્તાહની ટોચ બનાવીને અંતે 118.92 (+0.41%) પોઇન્ટ વધીને 29,045.28 પર બંધ આપ્યો છે. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 8960 સુધી વધીને અંતે 34.55 (+0.39%) પોઇન્ટ વધી 8,952.50 પર બંધ થયો છે. ફાર્મા, રીયલ્ટી, મેટલ, ઓટો અને ઇન્ફ્રામાં જોરદાર તેજી આવી હતી, જ્યારે આઇટી સેક્ટરમાં કડાકો હતો.
ફાર્મા, રીયલ્ટી, મેટલ, ઓટો, ઇન્ફ્રા અગ્રેસર, આઇટીમાં ધોવાણ

આજના સેશનમાં એશિયા અને યુરોપના બજારોના મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે તેજી બતાવી હતી. તેજીની આગેવાની ફાર્મા, રીયલ્ટી, મેટલ, ઓટો અને ઇન્ફ્રાએ લીધી હતી. એનએસઇ ફાર્મા ઇન્ડેક્સ 2.68 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત રીયલ્ટી ઇન્ડેક્સ પણ 2.84 ટકા જેટલો સૌથી વધુ ઊછળ્યો હતો. અન્ય વધેલા સેક્ટર ઇન્ડેક્સ જોઇએ તો, મેટલ 1 ટકા, ઓટો 0.93 ટકા, ઇન્ફ્રા 0.85 ટકા, એફએમસીજી 0.70 ટકા, એનર્જી 0.54 ટકા વધ્યા હતા. એ જ રીતે, બીએસઇ સ્મોલકેપ 0.83 ટકા અને મિડકેપ 0.15 ટકા વધ્યા હતા. જ્યારે આઇટી ઇન્ડેક્સ 2.45 ટકા તૂટ્યો હતો.
આઇટીસી, સન ફાર્મા, રિલાયન્સે બજારને ટેકો આપ્યો, ટીસીએસ-ઇન્ફી ઘટ્યા

બજારને ઊંચકવામાં આઇટીસી, સન ફાર્મા, રિલાયન્સ અને મારુતિને મોટો ફાળો રહ્યો હતો. સન ફાર્મા 3.84 ટકા વધીને ટોપ ગેઇનર હતો. મારુતિ 2.8 ટકા, રિલાયન્સ 1.34 ટકા અને આઇટીસી 1.64 ટકા વધ્યા હતા. અન્ય વધેલા શેરોમાં બજાજ ઓટો, ટાટા સ્ટીલ, હીરોમોટોકોર્પ, લુપિન, ડો રેડ્ડી, એલએન્ડટી, અદાણી પોર્ટસ, ઓએનજીસી, એક્સિસ બેન્ક, ભારતી, એસબીઆઇ, એચડીએફસી 3.55 ટકાથી 0.53 ટકા વચ્ચે વધ્યા હતા. જ્યારે ટીસીએસ 5 ટકા ગબડીને ટોપ લુઝર બન્યો હતો. ઉપરાંત, વિપ્રો, ઇન્ફોસીસ, ગેઇલ, એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ અને એમએન્ડએમ 1.71 ટકાથી 0.21 ટકા ઘટ્યા હતા.
મિડકેપ ઇન્ડેક્સ વર્ષની નવી ટોચ પર
આજના સેશનમાં મિડકેપ ઇન્ડેક્સ વર્ષની નવી ટોચે અડ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.13 ટકા વધીને 13,475ના સ્તરે ગયો છે. ઇન્ડેક્સના શેરો જીએમઆર ઇન્ફ્રા 7.2 ટકા, વોકાર્ડ 5.7 ટકા, ટોરન્ટ ફાર્મા 3.8 ટકા વધ્યા હતા.

ટીસીએસ 6.5 ટકા તૂટતા રોકાણકારોની રૂ.31,500 કરોડની મૂડી ધોવાઇ
ટીસીએસનો શેર આજે 6.5 ટકા તૂટ્યો હતો. તેના કારણે રોકાણકારોના રૂ.31,527 કરોડ ધોવાયા છે. કંપનીએ તેના બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ વર્ટિકલ કારોબારમાં ઘટાડાની ગઇકાલે શંકા વ્યક્ત કરી હતી. તેની અસર આગળ કંપનીના પરિણામ પર પડશે. ટીસીએસનો શેરે ઘટાડા સાથે પ્રારંભ કર્યો હતો. બીએસઇમાં શેર ઇન્ટ્રા-ડે 6.54 ટકા ગબડીને નીચે રૂ.2287ને અડ્યો હતો. ટીસીએસ અંતે 5.14 ટકા ઘટીને રૂ.2321 પર બંધ રહ્યો હતો. તેના પગલે અન્ય આટી શેરો ઇન્ફોસીસ 1.6 ટકા, વિપ્રો 1.8 ટકા, ટેક મહિન્દ્રા 2.75 ટકા ગબડ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્સ 2.54 ટકા ગબડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો