તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોલેટાઇલ ચાલના અંતે સેન્સેક્સ 41 અંક વધ્યો, નિફ્ટી 8500 ઉપર બંધ, HUL ગબડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ નબળા વૈશ્વિક વલણના કારણે મંગળવારે પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં દબાણ વચ્ચે વોલેટિલિટી જોવા મળી હતી. પરંતુ સંસદમાં જીએસટી બિલ પસાર થવાનો આશાવાદ તથા સરકારી બેન્કોમાં મૂડી એલોટમેન્ટની સરકારે જાહેરાત કરી તે પછી બજારો સુધર્યા હતા. સેન્સેક્સ 40.96 (+0.15%) પોઇન્ટ વધીને 27,787.62 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19.85 (+0.23%) પોઇન્ટ વધીને 8,528.55 પર બંધ આવ્યો હતો. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 8500ની સપાટી તોડીને નીચે 8,493.65ને અડ્યો હતો.
સેશન દરમિયાન વોલેટાઇલ અને દબાણમાં રહ્યા બજારો

એશિયા અને યુરોપના બજારોમાં ઘટાડાના કારણે ભારતીય શેરબજારો મંગળવારે બીજા દિવસે પણ પ્રોફિટ બુકિંગના કારણે વોલેટાઇલ અને દબાણમાં રહ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 100થી વધુ પોઇન્ટ ઘટીને 27,637.98 સુધી નીચે ગયો હતો. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 8,500ની સપાટીને તોડીને નીચે 8493ને અડી ગયો હતો.
ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, પાવર અને ફાર્મા વધ્યા, એફએમજીસીમાં વેચવાલી

બીએસઇમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.9 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત, એનર્જી ઇન્ડેક્સ 1.47 ટકા, પાવર 0.59 ટકા, હેલ્થકેર 0.56 ટકા અને ટેક 0.47 ટકા વધ્યા હતા. ઉપરાંત આઇટી 0.39 ટકા, ઓટો 0.35 ટકા અને મેટલ 0.25 ટકા વધ્યા હતા. જ્યારે એફએમસીજી 0.46 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ 0.39 ટકા ઘટ્યા હતા. બેન્કિંગ, કેપિટલ ગુડ્ઝ વગેરે સાધારણ નરમ રહ્યા હતા.
નિફ્ટીના 50માંથી 33 શેરોમાં ખરીદી, BPCL 3% ઊછળ્યો

નિફ્ટીના 50માંથી 33 શેરો ખરીદી આવતા વધીને બંધ રહ્યા હતા. સૌથી વધુ તેજી બીપીસીએલમાં 3 ટકા હતી. ઉપરાંત, આઇડિયા, લુપિન, પાવરગ્રિડ, આઇસીઆઇસીઆઇ બેન્ક 2 ટકાથી 1.54 ટકા વધ્યા હતા. જ્યારે સૌથી વધુ 3.34 ટકા ઘટાડો એચયુએલમાં આવ્યો હતો. ઉપરાંત, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇશર મોટર્સ પણ 2 ટકા અને 1.88 ટકા ઘટ્યા હતા.
ICICI બેન્ક, રિલાયન્સ, ટીસીએસ વધ્યા જ્યારે HUL ટોપ લુઝર
બજારને ઊંચકવામાં આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, ટીસીએસ અને ઇન્ફોસીસનો મોટો ફાળો રહ્યો હતો. સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 2.11 ટકા વધીને ટોપ ગેઇનર બંધ રહ્યો હતો. ઉપરાંત પાવરગ્રિડ 1.93 ટકા, લુપિન 1.5 ટકા વધ્યા હતા. ટાટા સ્ટીલ, રિલાયન્સ, ટીસીએસ. ઓએનજીસી, ટાટા મોટર્સ, સનફાર્મા, ઇન્ફોસીસ 1.27 ટકાથી 0.70 ટકા વચ્ચે વધ્યા હતા. જ્યારે એચયુએલ 3 ટકા તૂટીને ટોપ લુઝર બંધ રહ્યો હતો. ઉપરાંત, એચડીએફસી બેન્ક, એમએન્ડએમ, એચડીએફસી, એક્સિસ બેન્ક, આઇટીસી સહિતના શેરો 1 ટકાથી 0.18 ટકા ઘટ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો