તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોફિટ બુકિંગથી સેનસેક્સ 90 અંક ઘટ્યો, નિફ્ટી 8,500 પર ટક્યો, PSU બેન્કોમાં વેચવાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થવા અંગે ચિંતા ઊભી થવાથી પ્રોફિટ બુકિંગ આવવાથી ભારતીય શેરબજારો પ્રારંભિક વધારો ગુમાવીને ઘટયા હતા. સેન્સેક્સ સોમવારે -89.84 (-0.32%) પોઇન્ટ ઘટીને 27,746.66 પર બંધ રહ્યો છે. નિફ્ટી -32.70 (-0.38%) પોઇન્ટ ઘટીને 8,508.70 પર બંધ થયો છે. સવારના ઊછાળામાં સેન્સેક્સ 177 પોઇન્ટ વધીને 28,000ની સપાટીને ફરી અડ્યો હતો. નિફ્ટી પણ 8600ની સપાટી નજીક પહોંચી ગયો હતો. પીએસયુ બેન્કો, મેટલ, રીયલ્ટી અને ઇન્ફ્રામાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
પીએસયુ બેન્કો, મેટલ, ઇન્ફ્રામાં વેચવાલી, ઓટોમાં મજબૂતી

બપોરે બાદ આવેલી વેચવાલીથી બજારો ઘટ્યા હતા. તેમાં ઓટો અને આઇટી સિવાયના તમામ સેક્ટર્સ ઘટી ગયા હતા. એનએસઇમાં પીએસયુ બેન્ક ઇન્ડેક્સ આશરે 2 ટકા તૂટ્યો હતો. ઉપરાંત, મેટલ 1.61 ટકા, રીયલ્ટી 1.54 ટકા, ઇન્ફ્રા 1.44 ટકા અને એનર્જી 1.33 ટકા ઘટ્યા હતા. બેન્ક નિફ્ટી પણ 0.26 ટકા ઘટીને 18,904.55 પર બંધ થયો હતો. જ્યારે ઓટો સેક્ટર સેશન દરમિયાન મજબૂત હતી પરંતુ પ્રારંભિક વધારો ધોવાતા અંતે 0.14 ટકા જ વધીને બંધ રહ્યું છે. જ્યારે આઇટી ફ્લેટ બંધ હતું.
ઓએનજીસી, એચયુએલ, ભારતી, રિલાયન્સ ઘટ્યા

સેન્સેક્સમાં 20 શેરો ઘટીને અને 10 શેરો વધીને બંધ રહ્યા હતા. ઓએનજીસી 5 ટકા અને ભારતી એરટેલ 4 ટકા તૂટીને ટોપ લુઝર બંધ રહ્યા હતા. ઉપરાંત, એચયુએલ, ટાટા સ્ટીલ, એસબીઆઇ, એચડીએફસી, રિલાયન્સ, એલએન્ડટી, આઇસીઆઇસીઆઇ બેન્ક 2 ટકાથી 0.60 ટકા વચ્ચે ઘટ્યા હતા. જ્યારે બજાજ ઓટો 2.5 ટકા ઊછળીને ટોપ પર રહ્યો હતો. ઉપરાંત, ઇન્ફોસીસ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ગીરો મોટોકોર્પ જેવા શેરો 0.94 ટકાથી 0.52 ટકા વધ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો