તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળા પરિણામ આવતા સેન્સેક્સમાં 205 અંકનો કડાકો, નિફ્ટી 8550ની અંદર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ યુરોપીય માર્કેટમાં ઘટાડો અને બે મોટી બેંકના નબળા પરિણામ આવતા ઘરેલુ બજાર દિવસની નીચલી સપાટીએ બંધ રહ્યા છે. બીએસઈનો મુખઅય ઇન્ડેક્સ સેન્સેક્સ 205 પોઈન્ટ ઘટીને 27710 પર અને એનએસઈનો 50 શેરવાળો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 56 પોઈન્ટ ઘટીને 8510 પર બંધ રહ્યો છે. આજે બીએસઈ ખાતે કુલ 1099 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે 1588 શેરમાં કડાકો આવ્યો હતો જ્યારે 184 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

બેન્કિંગ સ્ટોકમાં કડાકો

દેશની ટોચની બે બેંકોના ક્વાર્ટરલિ પરિણામ નબળા આવતા આજે બેન્કિંગ સ્ટોકમાં કડાકો બોલી ગયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1.55 ટકાના ઘટાડા સાથે 18674ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક ઇન્ડેક્સમાં 2.81 ટકાનો કડાકો બોલ્યો હતો. ઉપરાંત નિફ્ટી ફાઈ. સર્વિસ, નિફ્ટી પ્રા. બેંક અને નિફ્ટી રિયલ્ટીમાં પણ એક ટકા કરતાં પણ વધારેનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી અને આઈટી ઇન્ડેક્સમાં અનુક્રમે 0.19 અને 0.07 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ ખાતે પણ મીડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં પણ વેચવાલી જોવા મળી હતી.

એક્સિસ બેંકમાં 3.6 ટકાનો કડાકો

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં સામેલ સ્ટોકમાં એક્સિસ બેંકમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો જે 3.62 ટકાના ઘટાડા સાથે 538.25ની સપાટી પર બંધ રહ્યો હતો. ઉપરાંત પાવરગ્રીડમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, ડો. રેડ્ડી, એસબીઆઈમાં પણ બે ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. વધનારા શેરની વાત કરીએ તો કોલ ઇન્ડિયામાં સૌથી વધારે 1.21 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અદાણીપોર્ટ્સ એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, વિપ્રોમાં 0.72થી 1.13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મીડકેપ કંપનીઓમાં જેએસડબલ્યૂ એનર્જીમાં સૌથી વધારે 4.91 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બેન્કિંગ સ્ટોકમાં આજે ઇન્ડસઇન્ડને બાદ કરતાં તમામ બેન્કિંગ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો