તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sensex Crashed 444 Points Following Heavy Selling In Sectors Due To Fear Of Fed's Action

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક બજારોમાં ફરી ફેડનો ફફડાટઃ સેન્સેક્સ 444 અંક ગબડ્યો, ઇન્ફોસીસ અડીખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ અમેરિકા, એશિયા અને યુરોપના બજારો ગબડતા સોમવારે ભારે વેચવાલીથી ભારતીય શેરબજારો પણ 1.7 ટકાથી વધુ ગબડ્યા હતા. સેન્સેક્સ -443.71 (-1.54%) પોઇન્ટ ગબડીને 28,353.54 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 151.10 (-1.70%) પોઇન્ટ તૂટીને 8,715.60 પર બંધ આવ્યો છે. આઇટી સિવાય તમામ સેક્ટર્સમાં તીવ્ર વેચવાલી આવી હતી. તીવ્ર ઘટાડાના કારણે રોકાણકારોની આશરે 2.3 લાખ કરોડની મૂડી ધોવાઇ હતી.
મિડકેપ ઇન્ડેક્સ 3 ટકા તૂટ્યો, રોકાણકારોના રૂ.2.30 લાખ કરોડ ધોવાયા

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 546 પોઇન્ટ ગબડીને 28,251 સુધી નીચે ગયો હતો. સેન્સેક્સ પાછલા બે સેશનમાં 700 અંક તૂટ્યો છે. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે નીચે 8699ને અડ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 3 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.35 ટકા તૂટ્યા હતા. બીએસઇમાં ટ્રેડેડ કુલ 2479 શેરોમાં 1748 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે માત્ર 604 શેરો જ વધી શક્યા હતા અને 127 સપાટ બંધ હતા. બજારમાં ભારે વેચવાલીના કારણે રોકાણકારોની રૂ.2.3 લાખ કરોડની મૂડી ધોવાઇ ગઇ હતી.
આ મેટલ, રીયલ્ટી, પીએસયુ બેન્કો, ઇન્ફ્રા અને ઓટોમાં મહત્તમ ઘટાડો

રીયલ્ટી, પીએસયુ બેન્કો, મેટલ, ઇન્ફ્રા અને ઓટોમાં જોરદાર વેચવાલીથી 4 ટકા સુધીનો કડાકો આવ્યો હતો. એનએસઇમાં રીયલ્ટી ઇન્ડેક્સ 5 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4.56 ટકા, મેટલ 4.55 ટકા, ઇન્ફ્રા 3.16 ટકા તૂટ્યા હતા. પરાંત, ઓટો 2.7 ટકા, બેન્ક નિફ્ટી 2.20 ટકા, એફએમસીજી 1.82 ટકા, ફાર્મા 1.67 ટકા, એનર્જી 1.52 ટકા ગબડ્યા હતા. બીએસઇમાં ઓઇલ એન્ડ ગેસ 2 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ 1.62 ટકા, ટેલિકોમ 1.54 ટકા ગબડ્યા હતા. જ્યારે આઇટી અને ટેક અનુક્રમે 0.87 ટકા અને 0.26 ટકા વધ્યા હતા.
આ કારણોથી ગબડ્યા બજારો
- વૈશ્વિક બજારોમાં આવેલી તીવ્ર વેચવાલીની અસર પડી.
- એશિયન અને યુએસ માર્કેટમાં બે મહિનાનો સૌથી મોટો કડાકો
- બપોરે યુરોપના બજારોમાં 2 ટકાનો ઘટાડો
- અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા
- અમેરિકામાં ફેડરલ રિઝર્વે સ્ટિમ્યુલસ પેકેજને ચાલુ રાખવાની અનિચ્છા દર્શાવી.
- આજે સાંજે જાહેર થનારા આઇઆઇપીના આંકડા અંગે પણ ચિંતા
- ડોલર સામે રૂપિયો 20 પૈસા નબળો ખુલ્યો.
ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, એસબીઆઇ, આઇટીસી ગબડ્યા, ઇન્ફોસીસ એકમાત્ર અડીખમ

સેન્સેક્સના 30માંથી 27 શેરો અને નિફ્ટીના 50માંથી 47 શેરો ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના ટોપ 5 લુઝર્સમાં હિન્દાલ્કો સૌથી વધુ 8.9 ટકા તૂટ્યો હતો. ઉપરાંત બેન્ક ઓફ બરોડા 5.9 ટકા, ટાટા સ્ટીલ 5.28 ટકા, યસ બેન્ક 4.86 ટકા અને અંબુજા સિમેન્ટ 4.8 ટકા ગબડ્યા હતા. સેન્સેક્સમાં ટોપ લુઝર્સમાં ટાટા સ્ટીલ ઉપરાંત, એસબીઆઇ, એલએન્ડટી, એનટીપીસી, આઇટીસી, ટાટા મોટર્સ જેવા શેરો 5.30 ટકાથી 2.49 ટકા ગબડ્યા હતા.

સેન્સેક્સમાં ઇન્ફોસીસ એકમાત્ર 1.74 ટકા ઊછળીને ટોપ ગેઇનર બનીને અડીખમ રહ્યો હતો. તેને રિલાયન્સે 0.28 ટકા વધીને ટેકો આપ્યો હતો.
આગળની સ્લાઇડમાં- અમેરિકામાં વ્યાજ દર વધે તો વિદેશી રોકાણ પર શી અસર પડશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો