• Gujarati News
  • National
  • Sensex Closed Up By 186 Points But Off Day's Top Due To Profit Booking In Metal And Banks

સેન્સેક્સ 186 પોઇન્ટ વધ્યો પણ પ્રારંભિક ઊછાળો ધોવાયો, નિફ્ટી 8,800 ટકાવવામાં નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારો શુક્રવારે સવારે 1.3 ટકા ઊછળ્યા પછી પ્રોફિટ બુકિંગના પગલે અડધો ઊછાળો ગુમાવી દીધો હતો છતાં હકારાત્મક બંધ રહ્યા છે. સેન્સેક્સ 186.14 (+0.66%) પોઇન્ટ વધીને 28,599. પર બંધ રહ્યો છે. સવારે સેન્સેક્સ 366 પોઇન્ટ ઊછળીને ઉપર 28,778.64ને અડ્યો હતો. એ જ રીતે નિફ્ટી ઇન્ટ્રા-ડે 8,847.65ને અડ્યા પછી અંતે 37.30 (+0.43%) પોઇન્ટ વધીને 8,800ની નીચે 8,779.85 પર બંધ થયો છે. આઇટી, રીયલ્ટી, એફએમસીજી, ઓટો અને એનર્જીમાં તેજી જોવા મળી હતી. જ્યારે મેટલ, પીએસયુ બેન્કો અને મિડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
આઇટી, એનર્જી, રીયલ્ટી, એફએમસીજી વધ્યા જ્યારે મેટલ અને પીએસયુ બેન્કોમાં વેચવાલી
શુક્રવારના સેશનના અંતે એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ 1.43 ટકા, રીયલ્ટી 1.45 ટકા, એફએમસીજી 0.91 ટકા, એનર્જી 0.71 ટકા અને ઓટો 0.65 ટકા વધીને બંધ રહ્યા છે. જ્યારે મેટલ 1.32 ટકા, મિડિયા 1.43 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.78 ટકા ઘટી ગયા હતા. આજના સેશનમાં સવારે ઊછાળાના પગલે તમામ સેક્ટર્સમાં તેજી આવી હતી અને ઓટો, બેન્કિંગ, પીએસયુ બેન્ક, એનર્જી, અને રીયલ્ટી 1.65 ટકા સુધી વધ્યા હતા. પરંતુ બપોર બાદ વેચવાલીથી કેટલાક સેક્ટર્સ ઘટી ગયા હતા. છે.
મારુતિ, આઇટીસી, ઇન્ફોસીસ, રિલાયન્સ વધ્યા, જ્યારે યસ બેન્ક, ટાટા સ્ટીલ ગબડ્યા

સેન્સેક્સમાં 22 શેરો વધ્યા હતા, જેમાં મારુતિ 2.25 ટકા વધીને ટોપ ગેઇનર બન્યો હતો. જોકે, સેન્સેક્સને ટેકો આપનાર શેરોમાં આઇટીસી, ઇન્ફોસીસ, એચડીએફસી, રિલાયન્સ અને એક્સિસ બેન્ક 2.11 ટકાથી 1.24 ટકા વધ્યા હતા. અન્ય વધેલા શેરોમાં હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટસ, બજાજ ઓટો, ટીસીએસ, એચડીએફસી બેન્ક, ઓએનજીસી, ભારતી એરટેલ અને એલએન્ડટી 2 ટકાથી 0.33 ટકા વચ્ચે વધ્યા હતા.
જ્યારે ટાટા સ્ટીલ 2.14 ટકા તૂટીને ટોપ લુઝર હતો. ઉપરાંત ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, એસબીઆઇ, એચયુએલ 1.50 ટકાથી 0.22 ટકા ઘટ્યા હતા. એનએસઇમાં યસ બેન્ક 4 ટકા અને ભેલ 2.5 ટકા ગબડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...