તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સ 128 અંક ઉછળીને બંધ, ફાર્મા-રિઅલ્ટીમાં તેજીનો ચમકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ અમેરિકા અને યુરોપીય માર્કેટમાંથી મળતા મજબૂત સંકતોને પગલે બુધવારે ઘર આંગળે બજાર અડધા ટકાની તેજી સાથે બંધ રહ્યા. સેન્સેક્સ 128 પોઈન્ટ ઉછળીને 27916 પર અને નિફ્ટી 37 પોઈન્ટ ઉછળી 8567 પર બંધ રહ્યો છે.

ફાર્મા શેરમાં આક્રમક ખરીદી

આજે સવારે બજાર ખૂલતા જ ફાર્માં શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં આગળ જતા જોરદાર ખરીદી જોવા મળી હતી. આજે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2.39 ટકાની તેજી સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી ઇન્ડેક્સમાં પણ બે ટકા કરતાં વધારેની તેજી જોવા મળી હતી. ઉપરાંત એફએમસીજી, બેંક, ઓટો મેટલમાં પણ તેજીનું વલણ જોવા મળ્યું છે. આજે સવારે બજાર ખૂલતા જ આઈટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો સારી રિકવરી આવતા સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈ ઇન્ડેક્સ 0.01 ટકાનો ઘટાડા સાથં બંધ રહ્યો.

આઈટિ શેરમાં જોરદાર રિકવરી

આજે બજારમાં દિગ્ગજ શેરની વાત કરીએ તો સવારે 5 ટકાના કડાકા સાથે વિપ્રો ખુલ્યો હતો. યુરોપિયન બજારમાંથી મળતા તેજીના સંકેતોને પગલે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી જેમાં વિપ્રોમાં રિકવરી જોવા મળી હતી અને તે 1.97 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત એક્સિસ બેંક, ટાટા મોટર્સ આઈસીઆઈસીઆ બેંક, મારુતિ, ટાટા સ્ટીલમાં 0.49થી 0.98 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધનારા શેરની વાત કરીએ તો કોલ ઇન્ડિયામાં સૌથી વધારે 3.23 ટકાની તેજી જોવા મળી હતી. જ્યારે અન્ય વધરાના શેરમાં ડો. રેડ્ડી, ગોઈલ, સિપલા, સનફાર્મા, હીરોમોટોકોર્પ, લ્યૂપિનમાં 1.37થી લઈને 2.74 ટકાની તેજી જોવા મળી હતી. મિડકેપમા સામેલ શેરની વાત કરીએ તો વોખાર્ટ ફાર્મામાં 12.69 ટકાની તેજી જોવા મળી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો