માર્કેટમાં સતત બીજા સપ્તાહે મુકેશ અંબાણી ટોપ પર, 8 ગ્રુપ્સને રૂ.34,000 કરોડનું નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગયા સપ્તાહમાં શેરબજારનું પ્રદર્શન ટોચની કંપનીઓના પ્રદર્શનના આધારે જોઇએ તો ગયા સપ્તાહ જેવું રહ્યું હતું. આ સપ્તાહમાં પણ ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપમાં થયેલા વધારા વધારાના આધારે મુકેશ અંબાણી ટોપ પર રહ્યા હતા. જ્યારે નુકસાન વેઠનારા ગ્રુપોમાં ટાટા જૂથના સાયરસ મિસ્ત્રી આ સપ્તાહમાં પણ મોખરે રહ્યા હતા. જોકે, આ સપ્તાહમાં ટાટા ગ્રુપની કંપનીઓનું નુકસાન ગયા સપ્તાહની સરખામણીમાં 50 ટકા ઓછું રહ્યું હતું. ચાલો જાણીએ ગયા સપ્તાહમાં ક્યા ગ્રુપને થઇ કમાણી અને કોને થયું નુકસાન.
ટોચના 8 કોર્પોરેટને થયું રૂ.34,000 કરોડનું નુકસાન
ગયા સપ્તાહમાં માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 0.7 ટકા ઘટ્યો હતો. માર્કેટ ઘટાડા વચ્ચે લિસ્ટમાં સામેલ 10માંથી 8 કોર્પોરેટ ગ્રુપની કંપનીઓની કુલ માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. સપ્તાહ દરમિયાન 8 ગ્રુપ્સની કુલ માર્કેટ કેપ રૂ.34,000 કરોડથી વધુ ઘટી હતી. જ્યારે ફાયદામાં રહેનારા કોર્પોરેટ ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ આશરે રૂ.11,000 કરોડ વધી છે.
આગળ જાણો, બજારમાં ઘટાડા વચ્ચે ક્યા ગ્રુપને થઇ કમાણી, કોને થયું નુકસાન....
અન્ય સમાચારો પણ છે...