તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

46% રિટર્ન બાદ ઘટી શકે છે આ સ્ટોક્સ, બ્રોકરેજ હાઉસે આપી પ્રોફિટબુકિંગની સલાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ પાવર સેકટરની કંપની સીઇએસસી, ટાટા પાવર, રતન ઇન્ડિયા પાવર, આરઇસી અને પીટીસી ઇન્ડિયાના સ્ટોક્સમાં પ્રોફિટબુકિંગના પગલે ઘટાડો જોવા મળી શકે છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી 46 ટકા રિટર્ન આપી ચુકેલી પાવર કંપનીઓના સ્ટોક્સ પર મોંઘા કોલસાની નેગેટિવ અસર જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓના રિઝલ્ટ્સ કોલસાની કિંમતો વધવાથી કંપનીઓના ખર્ચ વધી જશે. જેથી શોર્ટ ટર્મમાં સ્ટોક્સ ઘટાડો દર્શાવી શકે છે.
4 મહિનામાં 46 ટકા વધ્યા સ્ટોક્સ
છેલ્લા 3 મહિનામાં જયાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 20 ટકાની તેજી આવી છે ત્યાં સીઇએસસી, ટાટા પાવર, રતનઇન્ડિયા પાવર, આરઇસી અને પીટીસી ઇન્ડિયાના સ્ટોક્સ 46 ટકા વધ્યા છે.
મોંઘા કોલસાથી વધશે કોસ્ટ
બ્લૂમબર્ગ ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટમાં કોલસાની કિંમત છેલ્લા 3 મહિનામાં 19 ટકા સુધી વધી છે. જેનાથી પાવર કંપનીઓ સસ્તા કોલસા મેળવવાનું બંધ થઇ ગયું છે. જેથી કંપનીઓનો ખર્ચ વધવાથી પ્રોફિટ પર દબાણ જોવા મળી શકે છે.
ડિસ્કોમની સ્થિતિમાં ન થયો ફેરફાર
ટાટા પાવરના એમડી અનિલ સરદાનાએ હાલમાં જ કહ્યુ હતું કે સરકારની ઉદય સ્કીમ એક સારૂ પગલું છે. પરંતુ અત્યાર સુધી ડિસ્કોમની સ્થિતિમાં કોઇ ખાસ ફેરફાર નથી આવ્યો. તેમને અત્યાર સુધી કોસ્ટ કાઢવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.
ઇકરાના રિપોર્ટ અનુસાર ડિસ્કોનું દેવું 2011-12માં 2.4 લાખ કરોડ રૂપિયા હતું જે 2014-15માં વધીને 4.3 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો