તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LICએ NTPCમાં હિસ્સો વધારીને 12.98 ટકા કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સરકારી ઈન્શયોરન્સ કંપની એલઆઈસીએ એનટીપીસીમાં તેનો હિસ્સો વધારીને 12.98 ટકા કર્યો છે. એલઆઈસીએ ઓપન માર્કેટમાંથી એનટીપીસીના 32.15 કરોડ શેર ખરીદયા છે. એલઆઈસીએ તેનો એનટીપીસીમાનો હિસ્સો 9.08 ટકાથી વધારીને 12.98 ટકા કર્યો છે. એલઆઈસીએ 25 જુલાઈ 2014થી 24 ફેબ્રુઆરી 2016ની વચ્ચે એનટીપીસીમાં વધારાનો હિસ્સો ખરીદયો છે.
આ સપ્તાહની શરૂઆતમાં સરકારે એનટીપીસીમાં 5 ટકા હિસ્સાના વેચાણ દ્વ્રારા 5,030 કરોડ રૂપિયા મેળવ્યા હતા. તેમાં લગભગ 2 તૃતીયાંશ હિસ્સો એલઆઈસીએ ખરીદયો હતો. માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવને કારણે એનટીપીસીમાં રિટેલ રોકાણકારોએ વધુ રસ દાખવ્યો નથી.
અન્ય સમાચારો પણ છે...