તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારમાં ફ્લેટ ઓપનિંગ, સેન્સેક્સ 12 અંક ઘટીને ખૂલ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ 14:25: સેન્સેક્સ 103 પોઇન્ટ વધીને 27,890 પર ચાલે છે. નિફ્ટી 31 પોઇન્ટ વધીને 8560 પર ટ્રેડ થઇ રહ્યો છે. ફાર્મા 1.37 ટકા, રીયલ્ટી 2 ટકા, એનર્જી 1.11 ટકા વધીને મોખરે છે. ઉપરાંત ઇન્ફ્રા, એફએમસીજી, અને બેન્ક આશરે અડધા ટકા વધેલા છે. જ્યારે આઇટીમાં ઘટાડો છે.
 
સેન્સેક્સમાં કોલ ઇન્ડિયા 2.5 ટકા ઊછળીને ટોપ પર છે. એચડીએફસી બેન્ક, આઇટીસી, ટીસીએસ, રિલાયન્સ, સન ફાર્મા, ડો રેડ્ડી 2 ટકાથી 1 ટકા વધીને સેન્સેક્સને ટેકો આપી રહ્યા છે. જ્યારે વિપ્રો 2.8 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો છે. ઉપરાંત, ટાટા મોટર્સ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, ઇન્ફોસીસ, મારુતિ, ભારતી 1 ટકાથી 0.22 ટકા ઘટેલા છે.
 
9:20: વૈશ્વિક બજારમાં મિશ્રણ વલણને કારણે આજે ભારતીય બજારમાં પણ ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું છે. આજે સેન્સેક્સ ગઈ કાલની બંધ સપાટી 27,787.62થી 11.92 અંક ઘટીને 27775.70ની સપાટી પર ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી ગઈ કાલની બંધ સપાટી 8525.55થી 13.1 અંક ઘટીને 8515.45ની સપાટી પર ખૂલ્યો છે. 

આઈટી ઇન્ડેક્સમાં કડાકો

આજે બજાર ખૂલતા જ આઈટી ઇન્ડેક્સમાં કડાકો જોવા મળ્યો છે. વિપ્રોની આગેવાનીમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 0.8 ટકાનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી ફાર્માં ઇન્ડેક્સમાં સૌથી વધારે 0.85 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉપરાંત નિફ્ટી બેંક 0.26 ટકા, ઓટો ઇન્ડેક્સ 0.45 ટકા, એફએમસીજી 0.34 ટકા, મીડિયા ઇન્ડેક્સ 0.45 ટકા અને મેટલ ઇન્ડેક્સમાં 0.39 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસઈ ખાતે મીડકેપ અને સ્મોલકેપમાં ખરીદી જોવા મળી રહી છે.

વિપ્રોમાં કડાકો

દિગ્ગજ સ્ટોક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં સામેલ સ્ટોક્સમાં વિપ્રોમાં સૌથી વધારે 5 ટકાનો કડાકો જોવા મળ્યો છે. ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ, ભારતીએરટેલ અને મારુતિમાં પણ 0.25થી 0.6 ટકાનો કડાકો જોવા મળી રહ્યો છે. વધનારા શેરની વાત કરીએ તો પાવરગ્રીડ, ગેઈલમાં 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉપરાંત એચડીએફસી, હિન્દયુનિલિવિર, આઈટીસીમાં પણ 0.9 ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. 

એશિયન બજારમાં નરમાઈ
 
આજે એશિયન બજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. હાલમાં જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઈ 0.85 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે કોરિયાનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ કોસ્પીમાં પણ 0.54 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 8.12 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આ સિવાયના અન્ય એશિય બજારમાં સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 21.62 પોઈન્ટ, હેંગસેંગ 152.16 પોઈન્ટ અને તાઈવાન ઇન્ડેક્સમાં 2.61 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો