તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજારમાં ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 43 અંક ઉછળીને 27790 પર ખૂલ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ13:30: બજારમાં દબાણ સાથે વોલેટાઇલ ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અત્યારે 103 પોઇન્ટ ઘટીને 27,643 પર ચાલે છે. નિફ્ટી 29 પોઇન્ટ ઘટીને 8,500ની નીચે 8479 પર ટ્રેડ કરે છે.એનએસઇમાં એફએમસીજી ઇન્ડેક્સ 1.13 ટકા ઘટ્યો છે. ઉપરાંત, રીયલ્ટી 0.7 ટકા, ઓટો 0.25 ટકા ઘટ્યા છે. જ્યારે ફાર્મા 0.36 ટકા વધ્યું છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો છે. સરકારે બેન્કો માટે મૂડીનો પ્રથમ હિસ્સો રૂ.22,900 કરોડ છૂટો કર્યો છે. 
 
આઇસીઆઇસીઆઇ બેન્ક 1.5 ટકા, એસબીઆઇ 0.44 ટકા વધી છે. સેન્સેક્સમાં એચયુએલ 3.43 ટકા તૂટીને ટોપ લુઝર બન્યો છે. ઉપરાંત, એચડીએફસી બેન્ક, એમએન્ડએમ, એચડીએફસી, એક્સિસ બેન્ક, એલએન્ડટી, આઇટીસી સહિતના શેરો 1.3 ટકાથી 0.30 ટકા ઘટ્યા છે.
 
9:20: વૈશ્વિક બજારમાંથી મળતા સંકેતનો પગલા આજે ભારતીય બજારમાં ફ્લેટ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ આજે ગઈ કાલની બંધ સપાટી 27,746.66થી 43.39 પોઈન્ટ ઉછળીને 27,790.05 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી ગઈ કાલની બંધ સપાટી 8,508.70થી 5.6 પોઈન્ટ ઉછળીને 8514.30 પોઈન્ટ પર ખૂલ્યો છે. 
 
એફએમસીજી, આઈટીમાં કડાકો

આજે બજારમાં ખૂલતા જ એફએમસીજી અને આઈટી ઇન્ડેક્સમાં કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.37 ટકા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં 0.25 ટકાનો કડાકો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે જેમાં નિફ્ટી બેંક, ઓટો, મેટલ, ફાર્મા રિઅલ્ટીમાં 0.17થી 0.43 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. બીએસઈ મીડકેપ અને સ્મોલકેપમાં પણ 0.2 ટકાની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

હિન્દયૂનીલીવરમાં કડાકો

દિગ્ગજ શેરની વાત કરીએ તો સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં હિન્દયૂનીલીવરમાં સૌથી વધારે 2 ટકાનો કડાકો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વિપ્રો, ભારતીએરટેલ, એચડીએફસી બેંકમાં 0.4થી 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વધનારા શેરની વાત કરીએ તો ટાટા સ્ટીલ, ટાટા મોટર્સમાં 0.7થી 0.9 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. 

એશિયન બજારમાં આજે સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 0.5 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટીમાં 0.3 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.75 ટકા ઘટીને 2905ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.6 ટકાના ઘટાડા સાથે 21675 અંકની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.01 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. કોસ્પિમાં 0.4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો