તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિક તેજીને પગલે ભારતીય બજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સ 64 અંક ઉછળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ વૈશ્વિક બજારમાં આવેલ મજબૂત સંકેતોને પગલે આજે ભારતીય બજારમાં પણ તેજી સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે ગઈ કાલની બંધ સપાટી 27915.89થી 64.18 પોઈન્ટ ઉછળીને 27980.07 પર ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી ગઈ કાલની બંધ સપાટી 8565.85થી 16.85 પોઈન્ટ ઉછળીને 8582.70 પોઈન્ટ પર ખૂલ્યો છે.
એફએમસીજી અને ફાર્મામાં તેજી

આજે બજાર ખૂલતા જ એફએમસીજી અને ફાર્માં શેરોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્માં ઇન્ડેક્સ હાલમાં 0.48 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં 0.66 ટકાની તેજી જોવા મળી રહી છે. જોકે આઈટી અને મીડિયા ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈ ખાતે મીડકેપ અને સ્મોલકેપમાં પણ મજબૂત શરૂઆત થઈ છે. મીડકેપ ઇન્ડેક્સમાં 0.56 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.38 ટકાની તેજી જોવા મળી રહી છે.

ફાર્મા શેરમાં જોરદાર તેજી

દિગ્ગજ શેરની વાત કરીએ તો સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં લ્યૂપિનમાં 1 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે બજાજ ઓટો, વિપ્રો, સિપલા, સનફાર્માં, એચડીએફસી બેંકમાં પણ 0.5થી લઇને 0.95 ટકાની તેજી જોવા મળી રહી છે. ઘટનારા શેરની વાત કરીએ તો ડો. રેડ્ડીમાં 0.65 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ટીસીએસ, એક્સિસ બેંક, એમએન્ડએમ, પાવરગ્રીડ, રિલાયન્સમાં પણ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. મિડકેપ કંપનીઓની વાત કરીએ તો વોખાર્ટ ફાર્મામાં 7.57 ટકાની તેજી જોવા મળી રહી છે.

એશિયન બજારમાં મજબૂત શરૂઆત

ગઈકાલે અમેરિકન બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી જેની અસર આજે એશિયન બજાર પર પણ જોવા મળી રહી છે. આજે એશિયન બજારમાં મજબૂત શરૂઆત થઈ છે. આજે જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઈ 1.8 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. ઉપરાંત હેંગસેંગમાં પણ 159 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. આ સિવાય અન્ય બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે જેમાં સ્ટેઈટ ટાઈમ્સ 1.82 ટકાના ઘટાડા, કોસ્પી 3.17 પોઈન્ટના ઘટાડા અને તાઈવાન ઇન્ડેક્સ 2.61 પોઈન્ટની તેજી અને શાંઘાઈ કમ્પોઝિટ 8.38 પોઈન્ટની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો