માર્કેટ પર બ્રેક્ઝિટ ફિઅર્સ, સેન્સેક્સ 150 અંક ઘટયો, નિફ્ટી 8150ની નીચે,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ માર્કેટ પર વૈશ્વક બજારોની નેગેટિવ અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 અંક તૂટીને 26,520 પર આવી ગયો છે. એનએસઇનો નિફ્ટી 100 અંક ઘટી 8150ની નીચે આવી ગયો છે. આજના કારોબારમાં બેન્કિંગ અને ઓટો સ્ટોક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી
એનએસઇ પર મિડકેપ અને સ્મોલકેપમાં પણ નરમાઇ જોવા મળી રહી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.2 ટકા તૂટીને 11,376 પર આવી ગયો છે. સ્મોલકેપ સામાન્ય ઘટાડા સાથે 11,456 પર કારોબાર કરી રહ્યો છે.
માર્કેટમાં કેમ છે ઘટાડો
ગ્લોબલ માર્કેટમાં ઘટાડાથી સ્થાનિક માર્કેટમાં દબાણ છે.
માર્કેટ પર હવે બ્રિટનના યૂરોપીય યૂનિયનથી બહાર જવાની શકયતાઓથી મોટું દબામ જોવા મળી રહ્યું છે.
બેંકિંગ શેર્સ ઘટયા
સેન્સેક્સમાં ઘટનારા શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, મારૂતિ સુઝુકી, એચડીએફસી, બજાજ ઓટો, ભારતી એરટેલનો સમાવેશ થાય છે. આઇસીઆઇસીઆઇ બેન્ક 2.52 ટકા ઘટી 241 પર, મારૂતિ સુઝુકી 1.32 ટકા ઘટી 4154 પર, એચડીએફસી 0.71 ટકા ઘટી 1197 પર આવી ગયો છે.
ઉપરાંત બજાજ ઓટોમાં 0.66 ટકાનો ઘટાડો દેખાઇ રહ્યો છે. ભારતી ઇન્ફ્રાટેલમાં 1.07 ટકાના ઘટાડે 361, હિન્દાલ્કોમાં 0.91 ટકાના ઘટાડે 114.70 અને અદાણી પોર્ટ્સમાં 0.89 ટકાના ઘટાડે 205ની સપાટી જોવા મળી રહી છે.
સેકટર્સ પર નજર કરીએ તો આઇટી, ટેક્નોલોજી, મેટલ, બેન્ક,ફાઇનાન્સ, ઓટો ટેક્નોલોજી સેકટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આગળની સ્લાઇડમાં વાંચો ઇન્ટરનેશનલ માર્કેટ્સની હાલત...
અન્ય સમાચારો પણ છે...