તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 500 પોઇન્ટ નીચે, નિફ્ટી 8700 પર, રિયલ્ટી, ઓટોમાં વેચવાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં વધારાના સંકેતોથી વૈશ્વિક બજારોમાં મોટો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે જેની અસર ભારતીય શેરબજારોના ઓપનિંગ પર જોવા મળી છે. સેન્સેક્સ શુક્રવારના બંધથી 316 પોઇન્ટ ઘટી 28,481.09ની સપાટીએ ખુલ્યો છે.
જયારે નિફ્ટી શુક્રવારના બંધથી 133.75 અંક ઘટી 8732.95ની સપાટીએ ખુલ્યો છે. ખુલતાની સાથે જ સેન્સેક્સમા 500 અંકનો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે જયારે નિફ્ટી 160તી વધુ અંકના ઘટાડા સાથે 8699ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
આ કારણોથી ઘટયા માર્કેટ
 • ગ્લોબલ માર્કેટમાં વેચવાલીની અસર
 • એશિયન અને યુએસ માર્કેટમાં બે મહિનાનો સૌથી મોટો કડાકો
 • અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરો વધારવાના સંકેત આપ્યા
 • અમેરિકામાં ફેડરલ રિઝર્વે સ્ટિમ્યુલસ પેકેજને યથાવત રાખવાની અનિચ્છા દર્શાવી
બેન્કિંગ,રિયલ્ટી સેકટરમાં ભારે વેચવાલી
એનએસઇમાં યસ બેન્ક 4.94 ટકા ઘટી 1213ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્ક 3.79 ટકા, હિન્દાલ્કો 3.62 ટકા, ભેલ 3.57 ટકા અને એસબીઆઇ 3.20 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
બીએસઇમાં હાલ રિયલ્ટી, ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, બેંકિંગ, ઇન્ડસ્ટ્રીઅલ્સ, ફાઇનાન્સ અને મટિરિયલ્સ સેકટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ શેરોમા નજર કરીએ તો આઇસીઆઇસીઆઇ બેન્કમાં હાલ સૌથી વધુ 3.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સમાં 3 ટકા, એસબીઆઇમાં 2.97 ટકા, એક્સિસ બેન્કમાં 2.89 ટકા, હિરોમોટો કોર્પમાં 2.81 ટકાનો ઘટાડો હાલ દેખાઇ રહ્યો છે.
આગળની સ્લાઇડમાં જાણો એશિયન બજારો વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો