અમદાવાદઃ 14:05: બજારમાં બપોરે ઊછાળો ઓસર્યો છે. સેન્સેક્સ અત્યારે 52 અંક વધીને 27,889 પર ટ્રેડ કરે છે. નિફ્ટી 14 પોઇન્ટ વધીને 8555 પર ચાલે છે. પીએસયુ બેન્કો, એફએમસીજી અને ફાર્મામાં વેચવાલી જણાય છે.
12:45: સેન્સેક્સ 28,000ની સપાટીને અડીને સહેજ નીચે ટ્રેડ કરે છે. અત્યારે સેન્સેક્સ 161 પોઇન્ટ વધીને 27,997 પર ચાલે છે. નિફ્ટી 43 પોઇન્ટ વધીને 8584 પર ચાલે છે. ઓટો, રીયલ્ટી, મેટલ, બેન્કિંગ અને એનર્જી જેવા સેક્ટર્સ 1.32 ટકાથી 0.74 ટકા વચ્ચે વધીને આગળ છે.
ઓટો શેરોમાં બજાજ ઓટો 2.5 ટકા ઊછળીને સેન્સેક્સમાં ટોચે છે. ઉપરાંત, ટાટા મોટર્સ 2.13 ટકા, મારુતિ 1.64 ટકા, હીરો મોટોકોર્પ 1.6 ટકા વધ્યા છે. ખાનગી બેન્કોમાં તેજી છે. તેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 1.96 ટકા, એક્સિસ બેન્ક 1.88 ટકા, એચડીએફસી બેન્ક 0.74 ટકા વધી છે. એસબીઆઇ પણ 0.82 ટકા વધીને ચાલે છે.
9:20: એશિયાન બજારમાંથી મળતા સાનુકૂળ સંકેતો અને ઘરઆંગણે પણ નિકાસમાં આવેલ ઉછાળાની અસર આજે બજાર પર પણ જોવા મળી છે. આજે સેન્સેક્સ શુક્રવારની બંધ સપાટી 27,836.50થી 84.16 પોઈન્ટ ઉછળીને 27920.66 પર ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી શુક્રવારની બંધ સપાટી 8,541.40થી 22.65 પોઈન્ટ ઉછળીને 8564.05 પોઈન્ટ પર ખૂલ્યો છે.
આઈટીને છોડીને તમામ ઇન્ડેક્સમાં તેજી
આજે બજારમાં આઈટીને છોડીને તમામ ઇન્ડેક્સમાં તેજી સાથે શરૂઆત થઈ છે. નિફ્ટી બેસ્ડ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધારે 0.62 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટી બેંક ઇન્ડેક્સ 0.42 ટકા, નિફ્ટી એફએમસીજી 0.26 ટકા, નિફ્ટી મીડિયા 0.27 ટકા, નિફ્ટી મેટલ 0.19 ટકા, નીફ્ટી ફાર્મા 0.30 ટકા અને પીએસયૂ બેંક ઇન્ડેક્સ 0.61 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. ઉપરાંત સ્મોલકેપ અને મીડકેપમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સામેલ સ્ટોક્સની વાત કરીએ તો રિલાયન્સમાં પરિણામ બાદ સૌથી વધારે 2.26 ટકાની તેજી જોવા મળી રહી છે. ઉપરાંત એક્સિસ બેંક, મારુતિ, એચડીએફસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલમાં 1 ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે. ઘટનારા શેરની વાત કરીએ તો વિપ્રો 1.6 ટકા અને ઓએનજીસમાં 1.39 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.
એશિયન બજાર ઉંચકાયા, એસજીએક્સ નિફ્ટી 8580ની ઉપર
સપ્તાના પ્રથમ કારોબારી દિવસે એશિયાઈ બજારમાં ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયન બજારમાં 0.25 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. આજે જાપાનનો નિક્કેઈ બંધ છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 25 પોઈન્ટ એટલે કે 0.3 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યો છે. હેંગસેંગ અંદાજે 0.5 ટકા ઉછળીને 21750ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. સ્ટ્રોટ્સ ટાઈમ્સમાં 0.3 ટકાની તેજી જોવા મળી રહીછે, જ્યારે કોરિયાઈ બજારનો ઇન્ડેક્સ કોસ્પી 0.15 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાન ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે.