તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસમાં 166 પોઈન્ટનો વધારો અને નિફટી 49.50 પોઈન્ટ વધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 13:00: ભારતીય લશ્કરે આંતકવાદી હુમલાની વળતી પ્રતિક્રિયારૂપે પીઓકેમાં સર્જિકલ કાર્યવાહી કરી છે. તેના પગલે તંગદિલી વધવાના ભયે શેરબજારમાં તીવ્ર વેચવાલીથી સેન્સેક્સ 555 પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 555 પોઇન્ટ ગબડીને 27,737 પર આવી ગયો છે. નિફ્ટી 180 પોઇન્ટ ગબડીને 8565 પર ચાલે છે. તમામ સેક્ટર્સમાં વેચવાલી આવતા 5 ટકાથી 2 ટકા તૂટ્યા છે.
 
સેન્સેકસમાં 166 અને નિફટીમાં 49 પોઈન્ટનો વધારો, ONGC 2.07 ટકા વધ્યો
 
9:20: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા મજબૂત સંકેતોને પગલે ઘરેલું બજારોમાં પણ તેજી  જોવા મળી રહી છે. સેન્સેકસ 166.42 અંક વધીને 28459.23ની સપાટી એ કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 49.50 અંક વધીને 8794.65ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
 
બીએસઈ પર ઓએનજીસી, ગેલ, અદાણી પોર્ટસ, રિલાયન્સ, એસબીઆઈ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. ઓનજીસી 2.07 ટકા વધીને 256.80ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. જયારે ગેલ 1.15 ટકા વધીને 379.20ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. વિપ્રો, ભારતી એરટેલ, ટાટા પાવર હિન્ડાલકો, આઈડિયા સેલ્યુલર સહિતના શેરો ટોપ લુઝર્સમાં છે. વિપ્રો હાલ 0.65 ટકા ઘટીને 480.55ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. જયારે ભારતી એરટેલમાં 0.53 ટકાના ઘટાડા સાથે 320.05ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.  
 
આગળની સ્લાઈડમાં જાણો, એશિયાઈ બજારોના કારોબાર વિશે...
અન્ય સમાચારો પણ છે...