તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસમાં 144 અંક અને નિફટીમાં 47 પોઈન્ટનો ઘટાડો, નિફટી 8784 પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 14:00: બપોર પછી વેચવાલી વધતા ઘટાડો વધ્યો છે. યુરોપના બજારો 1.80 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ અત્યારે 333 પોઇન્ટ ઘટીને 28,334 પર ટ્રેડ કરે છે. નિફ્ટી 102 પોઇન્ટ ઘટીને 8728 પર છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 7 વર્ષની ટોચ પર

બજારમાં ઘટાડા વચ્ચે રિલાયન્સનો શેર 7 વર્ષની ટોચ પર પહોંચી ગયો છે. રિલાયન્સના શેરમાં 1.6 ટકા તેજી આવતા સેન્સેક્સમાં તે ટોપ ગેઇનર ચાલી રહ્યો છે. આરઆઇએલનો શેર ઇન્ટ્રા-ડે 1128.90ની ટોચ બનાવી છે, જે છેલ્લા સાત વર્ષમાં સર્વોચ્ચ સ્તર છે.
ઓએનજીસી 3.26 ટકા ગબડીને ટોપ લુઝર છે. ઉપરાંત, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ, ટાટા મોટર્સ, ભારતી, આઇટીસી, હીરો મોટોકોર્પ, એક્સિસ બેન્ક, એલએન્ડટી, એચડીએફસી અને એચડીએફસી બેન્ક, એસબીઆઇ, ઇન્ફોસીસ સહિત 25 શેરો સેન્સેક્સમાં ઘટેલા છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.33 ટકા ઊછળીને ટોપ પર છે. ઉપરાંત, કોલ ઇન્ડિયા અને ટીસીએસ પણ વધેલા છે.
12ઃ35ઃએશિયન બજારોમાં ઘટાડાના પગલે ભારતીય બજારો પણ સોમવારે ઘટ્યા છે. સેન્સેક્સ હાલ 220 પોઇન્ટ ગબડીને 28,448 પર ટ્રેડ કરે છે. નિફ્ટી 62 પોઇન્ટ ઘટીને 8770 પર છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એફએમસીજી, ઓટો, રીયલ્ટી, ફાર્મા, આઇટી અને ઇન્ફ્રામાં ઘડાડો છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.55 ટકા ઊછળીને ટોપ પર છે. મેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પોઝિટિવ છે.
GNA એક્સલનો શેર 22 ટકા પ્રીમિયમે લિસ્ટ

ઓટો પાર્ટસ ઉત્પાદક જીએનએ એક્સેલના શેરનું આજે શેરબજારોમાં સારું લિસ્ટિંગ થયું છે. બીએસઇમાં શેર તેની ઇશ્યુ પ્રાઇસ રૂ.207 સામે રૂ.252 પર લિસ્ટ થયો છે, જે 22 ટકા પ્રીમિયમ કિંમત છે. શેર ઇન્ટ્રા-ડે ઊછળીને રૂ.260ની ટોચને અડીને હાલ રૂ.245 પર ચાલે છે.
સેન્સેકસમાં 144 અંક અને નિફટીમાં 47 પોઈન્ટનો ઘટાડો, નિફટી 8784 પર
10: 00: ગ્લોબલ માર્કેટમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોનું નેગટીવ ઓપનિંગ થયું છે. સેન્સેકસ 144.02 પોઈન્ટ ઘટી 28,524.20ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 47.50 પોઈન્ટ ઘટી 8784.05 પોઈન્ટે કારોબાર કરી રહ્યો છે.
હાલ બીએસઈ પર રિલાયન્સ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ડો રેડ્ડી લેબ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. રિલાયન્સ 1.47 ટકા વધી 1,119.20 એ કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.78 ટકા વધી 374.80 એ કારોબાર કરી રહ્યો છે. કોલ ઈન્ડિયા 0.73 ટકા વધી 331.15 એ કારોબાર કરી રહ્યો છે. જયારે ડો રેડ્ડી લેબ 0.72 ટકા વધીને 3,204.00 એ કારોબાર કરી રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, ગેલ, એચડીએફસી, આઈટીસી અને લ્યુપિન સહિતના શેરો ટોપ લુઝર્સમાં છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.30 ટકા ઘટીને 265.55 એ કારોબાર કરી રહ્યો છે. જયારે ગેલ 1.31 ટકા ઘટીને 381.45 એ કારોબાર કર રહ્યો છે. એચડીએફસી 1.24 ટકા ઘટીને 1,407.00 એ કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 1.16 ટકા ઘટીને 250.90 એ કારોબાર કરી રહ્યો છે. જયારે લ્યુપિન 1.09 ટકા ઘટીને 1,472.50 એ કારોબાર કરી રહ્યો છે.
આગળની સ્લાઇડમાં વાંચો એશિયન બજારો વિશે......
અન્ય સમાચારો પણ છે...