તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસ 93 અને નિફટી 27 પોઈન્ટ વધ્યો, ટાટા સ્ટીલ 2.38 ટકા વધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 13:50: બજારમાં આજે સારો વધારો આવ્યો છે. સેન્સેક્સ અત્યારે 212 પોઇન્ટ વધીને 26,562 પર ચાલે છે. નિફ્ટી 65 પોઇન્ટ વધીને 8,192 પર ટ્રેડ થાય છે. નિફ્ટી ઉપર 8197 સુધી જઇને 8200ના સ્તરની લગોલગ પહોંચ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.23 ટકા ઊછળીને ચડિયાતો દેખાવ કરી રહ્યા છે.
 
ઓટો અને રીયલ્ટી અનુક્રમે 2.44 ટકા અને 1.77 ટકા ઊછળીને મોખરે છે. ઉપરાંત, ઇન્ફ્રા 0.83 ટકા, પાવર, એનર્જી, બેન્કિંગ, મેટલ 0.5 ટકાથી 0.2 ટકા વચ્ચે વધ્યા છે. જયારે આઇટી નરમ છે.  
 
સેન્સેકસમાં 100 પોઈન્ટનો વધારો, નિફટી 8150ની ઉપર, ટાટા સ્ટીલ 2.38 ટકા વધ્યો
 
ભારતીય શેરબજારનું પોઝિટિવ ઓપનિંગ થયું છે. હાલ સેન્સેકસ 128.40 પોઈન્ટ વધીને 26,478.57ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 41.35 પોઈન્ટ વધીને 8,168.25ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
બીએસઈ પર ટાટા સ્ટીલ, અદાણ પોર્ટસ, ભારતી એરટેલ, સન ફાર્મા અને કોલ ઈન્ડિયા સહિતના શેરો ટોપ ગેનર્સ છે. ટાટા સ્ટીલ 2.38 ટકા વધીને 416.80ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે અદાણી પોર્ટસ 1.12 ટકા વધીને 275.25ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે લ્યુપિન 0.32 ટકા ઘટીને 1,500.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ટીસીએસ, મારૂતિ સુઝુકી અને એચડીએફસી સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
 
આગળની સ્લાઈમાં વાંચો, એશિયાઈ બજારોના કારોબાર વિશે...
અન્ય સમાચારો પણ છે...