તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસ 53 અને નિફટી 19 પોઈન્ટ ઘટયો, સિપ્લામાં 1.66 ટકાનો વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 15-05 બજારોમાં આજે સુધારો જણાય છે. સેન્સેક્સ ફ્લેટ ટ્રેડ પછી 69 પોઇન્ટ વધીને 26,385 પર ટ્રેડ કરે છે. નિફ્ટી 22 પોઇન્ટ વધીને 8136 પર ચાલે છે. એનએસઇમાં મીડિયા 2.45 ટકા, રીયલ્ટી 1.65 ટકા, ઇન્ફ્રા 1.6 ટકા, એફએમસીજી 1.4 ટકા, મેટલ 1 ટકા, એનર્જી 1 ટકા અને ઓટો 0.72 ટકા વધ્યા છે. જ્યારે બેન્ક નિફ્ટી 1 ટકા અને પીએસયુ બેન્ક 2.3 ટકા તૂટ્યા છે.
સેન્સેકસ ફલેટ, નિફટી 8100ની નીચે, સિપ્લામાં 1.66 ટકાનો વધારો
ભારતીય શેરબજારનું નેગેટિંવ ઓપનિંગ થયું છે. સેન્સેકસ 53.35 પોઈન્ટ ઘટીને 26,262.99ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 19.80 પોઈન્ટ ઘટીને 8,094.50ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
બીએસઈ પર સિપ્લા, એશિયન પેઈન્ટસ, હીરો મોટોકોર્પ, વિપ્રો, અદાણી પોર્ટસ અને અદાણી પોર્ટસ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. સિપ્લા 1.66 ટકા વધીને 572.70ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે એશિયન પેઈન્ટસ 1.01 ટકા વધીને 955.80ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.02 ટકા વધીને 3070.05ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક 1.67 ટકા ઘટીને 255.50ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
આગળની સ્લાઈડમાં વાંચો, એશિયન બજારોના કારોબાર વિશે...
અન્ય સમાચારો પણ છે...