તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટના મની ટ્રેપ શેરોને આ રીતે ઓળખો, રકમ ફસાય નહિ તે માટે આ સ્ટ્રેટેજી અપનાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય રીતે એવું મનાય છે કે વધારે જોખમ સામે વળતર પણ વધારે મળે છે. આ થીયરીના કારણે શેરબજારમાં રોકાણકારો ઘણીવાર પેની સ્ટોક્સમાં આકર્ષિત થાય છે. પરંતુ આખરે રોકાણકારો માટે આ શેરો ટ્રેપ (ફસામણી) સાબિત થાય છે. મનીભાસ્કર તમને બતાવી રહ્યું છે કે પેની સ્ટોક્સ કેવી રીતે મની ટ્રેપ બની જાય છે. વળી, કેવા પેની સ્ટોક્સ ઓળખશો કે જે તમને માલામાલ કરી શકે.
પેની સ્ટોક્સ શું છે
ટેકનિકલ રીતે પેની સ્ટોક્સ તેમને કહેવાય છે કે જે તેનમી ફેસ વેલ્યુથી પણ નીચે ટ્રેડ કરી રહ્યા હોય. જોકે, સામાન્ય ભાષામાં ખૂબ જ નીચી કિંમતે ટ્રેડ કરતા શેરોને પેની સ્ટોક્સ કહેવાય છે. ઘરેલું માર્કેટમાં 10 રૂપિયાથી ઓછી કિંમતના શેરો આ કેટેગરીમાં આવે છે. જોખમ વધારે હોવાથી સામાન્ય રીતે બ્રોકિંગ હાઉસ આ શેરોમાં રોકાણ નહિ કરવાની સલાહ આપે છે.
ગયા વર્ષે પેની સ્ટોક્સનું પ્રદર્શન કેવું રહ્યું
શેરબજારમાં ચાલતી તેજીમાં પણ અનેક પેની સ્ટોક્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં 75 શેરોમાં 50 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે. તેમાં 49 શેરો એવા છે કે જેમની કિંમત 10 રૂપિયાથી નીચે ગઇ છે. રોકાણકારોની રકમ અડધી કરી નાખનારા આ શેરોમાં 9 શેરો એક રૂપિયાથી ઓછી કિંમતે ટ્રેડ થઇ રહ્યા છે. જ્યારે 1 રૂપિયા અને 2 રૂપિયાની વચ્ચે 13 શેરો, 2 રૂપિયાથી 5 રૂપિયા વચ્ચે 15 શેરો અને 5 રૂપિયાથી 10 રૂપિયા વચ્ચે 112 શેરો છે. ખાસ વાત એ છે કે ઘટાડા પછી માત્ર 4 શેરો એવા હતા જે રૂ.50થી ઉપરની કિંમતે ટ્રેડ થઇ રહ્યા હતા. એટલે કે તીવ્ર ઘટાડા પછી આ શેરોને 50ના સ્તરની આસપાસ સપોર્ટ મળી ગયો છે.
બીજી બાજુ, એક વર્ષમાં 520 શેરો એવા છે કે જેમાં 50 ટકાથી વધારે તેજી જોવા મળી છે. તેમાં 44 શેરો એવા છે જેમની કિંમત રૂ.10ની નીચે છે. વધેલા શેરોમાં 3 શેરો એક રૂપિયાની નીચે છે. જયારે 2 રૂપિયાની નીચેના 4 શેરો અને 5 રૂપિયાથી નીચે 10 શેરો છે. આ દરમિયાન 28 શેરો એવા છે જે 10 રૂપિયાની નીચેના છે. જ્યારે 50 રૂપિયાની ઉપરના 365 શેરો 50 ટકાથી વધુ વધ્યા છે. ગયા વર્ષના આંકડા સાથે તુલના કરીએ તો, 50 ટકાથી વધારે ગ્રોથ કરના 365 શેરોમાંથી આશરે 60 શેરો એટલે કે 20 ટકા એવા છે કે જે એક વર્ષ પહેલા રૂ.10ની નીચે હતા. એટલે કે ફાયદો કરનારા શેરોમાં ઊંચા જોખમવાળા શેરોનો હિસ્સો 20 ટકા હતો.
આંકડાની એ સ્પષ્ટ છે કે 50 રૂપિયાથી વધુ કિંમતના શેરોમાં રોકાણકારો માટે સારા વળતરની સંભાવના વધી જાય છે અને જોખમ ઓછું રહે છે. બીજી તરફ પેની સ્ટોક્સમાં જોખમ વધારે હોય છે. જોકે, નુકસાન અને ફાયદો કરતા શેરોની સંખ્યામાં મોટો તફાવત નથી.
આગળ જાણો, પેની સ્ટોક્સ કેમ છે મની ટ્રેપ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો