નવી દિલ્હીઃ નિફટી-50માં સામેલ મોટી કંપનીઓ એચડીએફસી બેન્ક, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટો કોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટસ અને યસ બેન્કના સ્ટોકસ માર્કેટમાં તેજીના કારણે હાલ ઓલ ટાઈમ હાઈમ પર પહોંચી ગયા છે. આ સિવાય એસીસી, અંબુજા સિમેન્ટસ, એચયુએલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ સહિતની 12 કંપનીઓના સ્ટોકસ હાલ મોંઘા છે. આ તમામ સ્ટોકસ પોતાના લોન્ગ ટર્મ એવરેજ પ્રાઈસ અર્નિંગ્સ મલ્ટીપલના 40-120 ટકાથી વધુ પર ટ્રેડ કરી રહ્યાં છે. એવામાં ઈન્વેસ્ટર્સ હવે એનઆઈટી, એલઆઈસી હાઉસિંગ, વીએસટી ટીલર્સ, ક્રોમપ્ટન ગ્રીવ્સને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકે છે.
ટાર્ગેટથી ઉપર પહોંચ્યા છે નિફટીના 20 સ્ટોકસ
બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પ્રમાણે, નિફટીના 50માંથી 9 સ્ટોકસ છેલ્લા એક મહિનામાં જાહેર કરવામાં આવેલા ટાર્ગેટની સરખામણીમાં 10-42 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યાં છે. અંબુજા સિમેન્ટસ, એચયુએલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ આવા 20 સ્ટોકસ આ લિસ્ટમાં સામેલ છે. જે કંપની ફેર વેલ્યુથી 42 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યાં છે.
નિફટીના આ 10 સ્ટોકસ ટાર્ગેટ પ્રાઈસથી નીચે
બ્રોકરેજ હાઉસ સીએલએસકે રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 10 સ્ટોકસ એવા છે, જે તેમની ટાર્ગેટ પ્રાઈસની સરખામણીમાં 10 ટકા સુધી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. તેમાં લ્યુપિન, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.
બ્રોકરેજ હાઉસએ કર્યો પોર્ટફોલિયોમાં ફેરફાર
બ્રોકરેજ હાઉસો પોતાના મોડલ પોર્ટફોલિયોમાં ફેરફાર કરી રહ્યાં છે, જેથી કરીને પોર્ટફોલિયોમાં રિસ્ક ઓછું થાય. તે એવા શેરો પર ફોકસ કરી રહ્યાં છે, જેમાં ગ્રોથની શકયતા છે અને જેનું વેલ્યુએશન વ્યાજબી લેવલ પર છે.
આગળ જાણો કયાં છે હવે સારા રિટર્નની તક