તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Economic Survey: ઘરેલુ માર્કેટના ફન્ડામેન્ટલ છે વધુ સારા, ગ્લોબલ રિકવરીથી આવશે તેજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ શુક્રવારે લોકસભામાં ઇકોનોમિક સર્વે 2015-16 રજૂ કર્યું છે. અરૂણ જેટલીએ કહ્યું કે ગ્લોબલ ફાઇનાન્સિયલ માર્કેટમાં જેવી રિકવરી આવશે. તેવા જ સ્થાનિક માર્કેટમાં તેજી જોવા મળશે. ઇમર્જિંગ માર્કેટમાં સૌથી સારા ફન્ડામેન્ટલના પગલે ભારતમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.
2016 માં સેન્સેક્સ 8.5 ટકા તૂટયો
ક્રૂડની કિંમતોમાં ઘટાડો અને ચીનમાં આર્થિક સુસ્તીના પગલે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં ઝડપી ઘટાડો આવ્યો છે. આ ઘટાડા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી 2016માં 8.5 ટકા ઘટી ગયા છે.
સ્થાનિક માર્કેટમાં આવશે તેજી
અરૂણ જેટલીએ કહ્યું કે ડેવલપ દેશોના સ્ટોક માર્કેટમાં આવેલા ઘટાડાથી સ્થાનિક માર્કેટમાં ઘટાડો આવ્યો છે. ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં જેવી સ્થિરતા આવશે કે તરત જ સ્થાનિક માર્કેટ સારા ફન્ડામેન્ટલના પગલે સારીતેજી દર્શાવશે ,કારણ કે દેશની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. અને સૌથી વધુ ગ્રોથની આશાના પગલે એફઆઇઆઇ સ્થાનિક માર્કેટમાં ફરી મોટું રોકાણ કરી શકે છે.
ઇમર્જિંગ માર્કેટમાં ભારતની સ્થિતિ સૌથી સારી
અરૂણ જેટલી કહે છે કે ઇમર્જિંગ માર્કેટમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. એશિયામાં ચીન અને અન્ય ઇમર્જિંગ માર્કેટ આર્થિક સુસ્તી દર્શાવી રહ્યા છે, પરંતુ સ્થાનિક ઇકોનોમીના સારા ફન્ડામેન્ટલના પગલે વિદેશી રોકાણકાર ફરી લોકલ કેપિટલ માર્કેટ તરફ દૃષ્ટિ કરશે.
રકમ ભેગી કરવાની હાલતમાં સુધારો
ઇકોનોમી સર્વે અનુસાર સ્થાનિક માર્કેટમાં રકમ એકઠી કરવા માટે કંપનીઓએ ઘણો રસ દાખવ્યો છે. 2014ના મુકાબલે ડિસેમ્બર 2015 સુધી 71 કંપનીઓએ 51 હજાર કરોડ રૂપિયા માર્કેટથી એકઠા કર્યા છે. જયારે 2014માં કુલ 11 હજાર રકમ માર્કેટમાંથી ભેગી કરી હતી. સાથે જ એમએફ (મ્યુચ્યુઅલ ફન્ડસ) માં સામાન્ય રોકાણકારોનો રસ દાખવ્યો હતો. જેથી તેમણે કેપિટલ માર્કેટમાં મોટું રોકાણ કર્યું છે.
2015 માં 75 ટકા ઓછું રહ્યું વિદેશી રોકાણ
ઇકોનોમિક સર્વેમાં જાહેર આંકડાઓ અનુસાર 2015માં 2014ના મુકાબલે એફઆઇઆઇ એટલે કે વિદેશી રોકાણ 75 ટકા ઓછું રહ્યું છે. 2014માં એફઆઇઆઇએ કુલ 2 લાખ 56 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જયારે વર્ષ 2014માં એફઆઇઆઇએ કુલ 63 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
અન્ય સમાચારો પણ છે...