લાંબા ગાળા માટે PSU બેન્કોમાં રોકાણની સલાહ, આ શેરોમાં 82% સુધી રીટર્નની શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ આરબીઆઇએ બુધવારે તેની નાણાકીય પોલિસીમાં વ્યાજ દરોમાં કાપ નહિ મૂકવાનો નિર્ણય જાહેર કર્યા પછી સરકારી બેન્કોના શેરોમાં ઘટાડો આવ્યો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 2 ટકા ગબડ્યો હતો. પરંતુ એક્સપર્ટસ માને છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી પીએસયુ બેન્કિંગ સેક્ટરનું આઉટલૂક સારું છે. એનપીએનો મુદ્દો ઉકલી રહ્યો છે જ્યારે બેન્ક રીકેપિટલાઇઝેશન પ્લાન બેલેન્સશીટ મજબૂત થવાની સાથે લોન ગ્રોથ વધારવામાં પણ મદદ મળશે. બેન્કરપ્સી કાયદાનો પણ ફાયદો બેન્કોને થશે. પરંતુ રોકાણકારોએ લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઇએ.


 

બેલેન્સશીટ મજબૂત કરવાનો પ્લાન

કેપિટલ સિન્ડિકેટના મેનેજિંગ પાર્ટનર પશુપતિ સુબ્રમણ્યમ કહે છે કે આરબીઆઇના રેટ કટ નહિ કરવાના નિર્ણયથી પીએસયુ બેન્કોના આઉટલૂક પર કોઇ અસર નહિ પડે. બીજા ક્વાર્ટરના પરિણામોથી સ્પષ્ટ છે કે બેન્કો એનપીએના ઇશ્યુ પર કામ કરી રહી છે. લોનની રીકવરીમાં સુધારો થઇ રહ્યો છે. બીજી બાજુ સરકાર પાસે પીએસયુ બેન્કો માટે 2.11 કરોડ રૂપિયાનો રીકેપિટલાઇઝેશન પ્લાન છે. બેન્કોને તેમના પરફોર્મન્સ પ્રમાણે નાણાં મળશે. તેથી તેમની બેલેન્સશીટ તો મજબૂત બનશે જ સાથે લોન આપવાના નાણાં પણ તેમની પાસે આવશે.
 

આગળ વાંચો... આ શેરોમાં મળશે સારું રીટર્ન

અન્ય સમાચારો પણ છે...