તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુગર સ્ટોક્સમાં રોકાણની તકો, એક્સપર્ટસે આપ્યા 57% સુધી રીટર્નના ટાર્ગેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી ઇથેનોલની કિંમત 5 ટકા વધી જશે. સરકારે ક્રુડ ઇમ્પોર્ટમાં કાપ અને ઓઇલ સપ્લાયર્સના દબાણના કારણે ઇથેનોલની કિંમત વધારી છે. એક્સપોર્ટર્સનું કહેવું છે કે ઇથેનોલની કિંમત વધવાથી ખાંડની મિલોને ફાયદો થશે. ડિમાન્ડ વધવાથી શુગર કંપનીઓને અર્નિંગ વધારવામાં મદદ મળશે. જ્યારે શુગરના બમ્પર પ્રોડક્શનની આશાએ પણ શુગર શેરોનું આઉટલૂક સારા બન્યું છે. આ સ્થિતિમાં શુગર શેરોમાં રોકાણની સારી તક છે.
 

15 નવેમ્બર સુધી 79 ટકા વધ્યું શુગર પ્રોડક્શન

ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા) અનુસાર, ગઇ સીઝનની સરખામણીમાં 2017-18માં શુગર ક્રસિંગ સીઝન વહેલી શરૂ થઇ છે. 15 નવેમ્બર 2017 સુધી 41 ટકા વધારે ખાન મિલોએ ક્રશિંગ શરૂ કરી દીધું છે. જ્યારે દેશમાં ખાંડનું ઉત્પાદન 2016-17ની ક્રશિંગ સીઝનના 45 દિવસ પહેલા ગયા વર્ષની સમાન અવધિમાં 7.67 લાખ ટનની સરખામણીમાં 79 ટકા વધીને 13.73 લાખ ટન થઇ ગયું છે. ઇસ્માના જણાવ્યા અનુસાર, ક્રશિંગ સીઝનની વહેલી શરૂઆતના કારણે ઉત્પાદન વધ્યું છે.
 

2030 સુધી 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ
 
પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે 2030 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણનું લક્ષ્ય 20 ટકા કરવા માટે દેશમાં 1000 કરોડ લીટર ઇથેનોલની આવશ્યકતા પડશે અને કારોબાર 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. પ્રધાનના જણાવ્યા અનુસાર, આ વર્ષે બમ્પર શુગર પ્રોડક્શનથી 2017-18માં ઇથેનોલનું પ્રોડક્શન 155 લીટર થવાની આશા છે.
 

આગળ વાંચો... આ શેરોમાં રોકાણની સલાહ

અન્ય સમાચારો પણ છે...