તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રોકરેજ હાઉસ એ આ કંપનીઓના ઘટાડયા ટાર્ગેટ, નોટ બેનની પડી અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ નોટ બેનથી ડિમાન્ડમાં ઘટાડાની અસર કંપનીઓના ત્રીજા કવાર્ટરની આવક પર જોવા મળશે તે નક્કી છે. જોકે એકસપર્ટ માની રહ્યાં છે કે, ગ્રોથ આગામી વર્ષના બીજા કવાર્ટરથી જ જોવા મળશે. એવામાં બ્રોકિંગ ફર્મ એ કંપનીઓના સેલ્સ અને પ્રોફિટમાં ઘટાડો કર્યો છે.
નોટ બંધીથી રિયલ્ટી, ઓટો સેકટર પર દબાણ સંભવ
સરકાર દ્વારા કરાયેલી નોટ બંધથી રિયલ્ટી સેકટર અને ઓટો સેકટર પર દબાણ વધવાની શકયતા છે. જયારે આ સેકટર સાથે જોડાયેલા બીજા સેગમેન્ટની કંપનીની આવકમાં પણ ઘટાડો આવવાની શકયતા છે. એકસપર્ટના જણાવ્યા પ્રમાણે, આ સેકટકમાં કેશ ટ્રન્ઝેકશની સંખ્યા વધુ હતી એવામાં માંગ ઘટી ગઈ છે. જયારે લોકોએ બિન જરૂરી ખર્ચા આગળ માટે ટાળી દીધા છે. જેના કારણે સમગ્ર વર્ષ માટે સેલ્સ અને પ્રોફિટના અનુમાનોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
એસ્કોર્ટસ ( ઓક્ટોબરથી માર્ચ ટેકટર સેલ્સ વોલ્યુમ અનુમાન 21 ટકા ઘટયું)
બ્રોકિંગ ફર્મ જિયોજિત બીએનપી પરિબાએ નોટ બંધીના નિર્ણયથી એસ્કોર્ટસની આવક પર અસર પડવાનું કહ્યું છે. બ્રોકિંગ ફર્મના રિપોર્ટ પ્રમાણે, કંપનીની આવકમાં 80 ટકા હિસ્સો ટ્રેકટર સેગમેન્ટમાંથી આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીના નિર્ણયથી સિસ્ટમમાં કેશના સપ્લાયમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. જેની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી છે. અગાઉના 6 મહિનામાં ટ્રેકટર સેલ્સમાં 22 ટકાના ગ્રોથના કારણે આવકમાં 16 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. જોકે નોટ બેન બાદ ટ્રેકટર સેલ્સમાં દબાણ જોવા મળી શકે છે. તેનાથી કુલ આવકમાં ઘટાડો આવી શકે છે. બ્રોકિંગ ફર્મમાં નોટ બેન બાદ ત્રીજા અને ચોથા કવાર્ટર દરમિયાન કંપનીના ટ્રેકટર અને ઈક્વિપમેન્ટ વોલ્યુમ સેલ્સમાં 21 ટકાથી 16 ટકાનું ઘટાડાનું અનુમાન આપવામાં આવ્યું છે. જોકે મધ્યમ ગાળામાં રિકવરીની શકયતાની સાથે બ્રોકિંગ ફર્મે 345ના લક્ષ્યની સાથે રોકાણની સલાહ આપી છે.
આગળ જાણો, અન્ય કયા સ્ટોકસ પર પડયું દબાણ
અન્ય સમાચારો પણ છે...